લાલપુરમાં ઠેર-ઠેર ખુલ્લા પ્લોટમાં ગંદકીના ગંજ...!: તંત્ર મુકપ્રેક્ષક

  • August 02, 2024 11:22 AM 

આ વિસ્તારમાં રહેણાંક મકાન, આંગણવાડી, શાળા, હોસ્પિટલ આવેલા છે: અસહ્ય ગંદકીથી લોકો ત્રાહીમામ: ખુલ્લા પ્લોટ બન્યા રખડતા ઢોર માટેના આશ્રમ સ્થાન અને મચ્છરોના ઘર: રોગચાળો ફાટી નિકળે તે પહેલા તાત્કાલીક પગલા લેવા પ્રબળ લોકમાંગ: ગ્રામજનોમાં ભારે રોષ



લાલપુરમાં આવેલા અનેક વિસ્તારોમાં હાલમાં ગંદકીના ગંજ જામેલા છે, જેનાથી ભયંકર રોગચાળો ફાટી નિકળવાની પુરી દહેશત છે, હાલમાં ચોમાસુ ઋતુ ચાલી રહી છે જેથી દિન-પ્રતિદિન રોગચાળો વકરતો જાય છે અને રોગચાળાથી કેટલાક મૃત્યુના કિસ્સા પણ નોંધાયા છે તેમ છતાં તંત્રને સફાઇની કોઇ પડી નથી તેમ લોકોનું કહેવું છે, ત્યારે આ વિસ્તારમાં રહેણાંક મકાનો, આંગણવાડી, શાળા, હોસ્પિટલ હોવા છતાં ગંદકીના ગંજ થઇ રહ્યા છે તે જોતા અનેક લોકોનું આરોગ્ય જોખમમાં આવી ગયું છે.


શહેરના ગાયત્રી સોસાયટી મેઇન રોડ, લક્ષ્મીપાર્ક, સહકાર પાર્ક, સાનિઘ્ય પાર્ક, ધરારનગર, પ્રગટેશ્ર્વર સોસાયટી, એસ.ટી.બસ સ્ટેન્ડ રોડ, આંબેડકરનગર, કોળીવાસ, શિવનગર, હુશેની ચોક જેવા અનેક વિસ્તારોમાં કચરાના ગંજ જામેલા છે, આ વિસ્તારમાં અસંખ્ય રહેણાંક મકાન આવેલા છે, અહીં રહેતા હજારો લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયા છે, વ્યવસ્થિત અને નિયમીત સફાઇ ન થવાના કારણે આ વિસ્તારમાં મચ્છરોનું ઉત્પાદન કેન્દ્ર બની ગયું હોય એવી પરિસ્થિતિ સર્જાઇ છે.


હાલમાં ચોમાસુ ઋતુ ચાલું રહી છે ત્યારે મચ્છરોનું જોર ખુબ જ વધી રહ્યું છે, શહેરમાં સફાઇ કામદારોની મોટી ફૌજ હોવા છતાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, શહેરની ગલીઓમાં તો ઠીક પણ મુખ્ય રસ્તાઓ ઉપર પણ ગંદકીના ગંજ જામ્યા છે, શહેરમાં ડસ્ટબીન તથા કચરાપેટીઓ મુકવામાં આવેલ ન હોય રહેવાસીઓ તથા કામદારો પોતાના વિસ્તારોનો કચરો-ગંદકી જાહેર રસ્તા ઉપર નાખી દેતા હોવાથી ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા હોવાનું જોવા મળ્યું છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.


તંત્રના પદાધિકારીઓએ પણ જયાં લોકો વધુ હેરાન થાય છે તેવા સ્થળોએ પણ મુલાકાત લઇને તેમનું આરોગ્ય ન જોખમાય તે રીતે ખરા અર્થમાં દાખલો બેસાડવો જોઇએ, શહેરમાં ઠેર-ઠેર ખુલ્લા પ્લોટમાં ગંદકીનું સામ્રાજય વધી રહ્યું છે, ત્યારે શેરી-ગલીઓમાં દિવસમાં બે વખત સાફસફાઇ થાય તેવા નિયમ હોવા છતાં સાફ-સફાઇ થતી નથી, એક તરફ મેલેરીયા, ચીકનગુનીયા, ટાઇફોર, કોલેરા, ચાંદીપુરા જેવા રોગો થઇ શકે છે અને બીજી તરફ ગામમાં તાવ, શરદી, ઉધરસના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે જેને કારણે આગામી દિવસોમાં રોગચાળો ફાટી નિકળવાની પુરી દહેશત હોય એવું લોકમુખે ચચર્ઇિ રહ્યું છે.


ગામમાં જયારે-જયારે કોઇ નેતા કે મંત્રી અથવા વિભાગીય વડા તંત્રની કામગીરીનું નિરીક્ષણ કરવા આવવાના હોય ત્યારે ચોતરફ સા દેખાડવા માટે સ્થાનિક અધિકારીઓ સફાઇ કરાવવા દોડતા થઇ જાય છે, જો કે ગણતરીના દિવસોમાં ફરીથી ત્યાં ગંદકી થઇ જાય છે તો તેને દુર કરવાની તંત્ર જરાપણ તસ્દી લેતું નથી. દિવસમાં એકથી વધુ વખત ખુલ્લા પ્લોટ પાસેથી પસાર થતાં અધિકારીઓને ગંદકી કેમ દેખાતી નથી !! પરંતુ વારંવાર નેતા કે મંત્રી અથવા ઉચ્ચ અધિકારીઓને સા દેખાડવા માટે કરવામાં આવતી સાફ સફાઇ બાદ ફરીથી ગંદકીથી ગંજ થઇ જતાં હોય છે ત્યારે તંત્રના અસ્તિત્વ સામે પણ હવે સવાલો ઉઠવા લાગ્યા છે ત્યારે તંત્ર સારી સુવિધા આપવામાં ઉણુ ઉતર્યુ હોય એવું લાગી રહ્યું છે. જેને કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.


સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાના મોટા-મોટા દાવા...

સરકારના સ્વચ્છતા અભિયાનના મોટા-મોટા દાવા પોકળ સાબિત થતાં હોય તેમ આ દ્રશ્ય ચાળી ખાય છે ત્યારે ખાટલે મોટી ખોટ હોય તેમ લાલપુર ગ્રામ પંચાયત સામે જ ગંદકીના ગંજના આ દ્રશ્યો ચાળી ખાય છે તેમજ શાકમાર્કેટ ત્યાં આવેલ છે, છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી, તંત્ર દ્વારા શાળામાં દવા છંટકાવ કરી કામગીરી કયર્નિો સંતોષ માની લે છે, પરંતુ જો તંત્ર કામગીરી કરતું હોય તો રોગચાળો કેમ દિન-પ્રતિદિન વધી રહ્યો છે ? તે પણ એક સવાલ લોકોમાં ઉભો થયો છે. કામગીરીના ફોટાઓ પડાવીને અખબારોમાં પ્રસિઘ્ધ કરાવે છે.


ગ્રામ પંચાયતના સભ્ય કયારેય પણ પોતાના મત વિસ્તારમાં ફરકતા નથી...

ગામમાં સભ્યો જાણે સબ સબકી સંભાલે મે મેરી ફોડતા હુંની કહેવત માફક કામ કરતા હોય તેવો અહેસાસ પ્રજા કરી રહી છે, મત લેવા માટે સભ્ય દિવસમાં એકથી વધારે વાર વોર્ડમાં આવે છે પરંતુ ચૂંટાય જાય છે પછી એક પણ સભ્ય કયારેય પોતાના વોર્ડમાં ફરકતા ન હોવાનો આક્ષેપ જનતા કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application