'બોર્ડર 2'નું શૂટિંગ શરૂ થતા જ સેટ પરથી ફોટો લીક
મોટા પડદે સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝને જોવા દર્શકો તલપાપડ
વોર પર આધારિત બોર્ડરનો બીજો ભાગ બોર્ડર 2 ટૂંક સમયમાં દર્શકોની વચ્ચે આવશે. ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ પણ જોવા મળશે. આ જાહેરાત બાદથી જ દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે તેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. તેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
વર્ષ 2023માં રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ “ગદર 2” બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ ફિલ્મ પછી, તેના સ્ટારડમમાં ઘણો વધારો થયો. ત્યારે હવે અભિનેતાના હાથમાં બીજી એક આઇકોનિક ફિલ્મ આવી છે. જેની જાહેરાત આ વર્ષે જૂનમાં કરવામાં આવી હતી.
યુદ્ધ પર આધારિત “બોર્ડર”નો બીજો ભાગ “બોર્ડર 2” ટૂંક સમયમાં આવી રહી છે. ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ પણ જોવા મળશે. આ જાહેરાત બાદથી ચાહકોમાં ફિલ્મને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
આ ફિલ્મનું નિર્દેશન કેસરી ફેમ અનુરાગ સિંહ કરી રહ્યા છે. હવે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. ફિલ્મના સેટ પરથી એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં એક વ્યક્તિ ક્લેપબોર્ડ પકડેલો જોવા મળી રહ્યો છે. અગાઉ આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાને લેવાની વાત થઈ હતી પરંતુ તેણે તે માટે ના પાડી દીધી હતી.
ફોટો શેર કરતી વખતે ટી-સીરીઝે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર લખ્યું, “બોર્ડર 2 ની સિક્વલ માટે કેમેરા રોલ થઇ ગયા છે. સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી સાથે અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
પહેલો ભાગ 27 વર્ષ પહેલા આવ્યો હતો. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તાએ “બોર્ડર 2” ના નિર્માણની જવાબદારી લીધી છે. ફર્સ્ટ બ્લોકબસ્ટર ભાગ 1997માં રિલીઝ થઈ હતી જેમાં સની દેઓલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા 1971ના લોંગેવાલા યુદ્ધની પૃષ્ઠભૂમિ પર સેટ કરવામાં આવી હતી, અને તેમાં ભારતીય સૈનિકોની એક નાની બટાલિયન દર્શાવવામાં આવી હતી જે પાકિસ્તાનના મોટા સ્ટ્રાઇક ફોર્સ સામે લડી રહી હતી.
જેપી દત્તાને બોલિવૂડની વોર ફિલ્મોના માસ્ટર માનવામાં આવે છે. તેમણે તેની મોટાભાગની કરિયરમાં લશ્કરી થીમ આધારિત ફિલ્મો બનાવી છે. દત્તાએ ‘બોર્ડર’, ‘LOC: કારગિલ’ જેવી યુદ્ધ ફિલ્મો બનાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech