અંતરિક્ષનાં રહસ્યોનો એક પછી એક તાગ મળી રહ્યો છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિકસ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) અને યુરોપિયન સ્પેસ એજન્સીના સહિયારા હબલ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડ ૧૩.૮ અબજ વર્ષ બાદ પણ હજી સતત વિસ્તરી રહ્યું હોવાની અને તેમાં નવા, વિરાટ,ઝળહળતા તારાનો જન્મ થઇ રહ્યો હોવાની સચોટ સાબિતી આપી છે. હબલ સ્પેસ ટેલિસ્કોપે આપણી મિલ્કી વે ગેલેકસીમાંના સ્કોર્પિયસ કોન્સ્ટેલેશનમાં નવા જન્મતા તારાની અને તેના વિશાળ વિસ્તારની સુંદર રંગીન તસવીર લેવામાં સફળતા મેળવી છે. નાસાએ પૃથ્વીથી ૫,૯૦૦ પ્રકાશ વર્ષ દૂરના સ્કોર્પિયસ નક્ષત્રમાં નવા જન્મતા તારાની તસવીર લીધી છે.
હબલ સ્પેસ ટેલિસ્કોપ ૧૯૯૦ની ૨૪,એપ્રિલે સ્પેસ શટલ ડિસ્કવરી દ્રારા કેનેડી સ્પેસ સ્ટેશન પરથી તરતું મુકાયું છે. હબલ આકાશમાં ૫૨૫ કિલો મીટરના અંતરે ૨૭,૦૦૦ કિલોમીટર (પ્રતિ કલાક)ની અતિ તીવ્ર ગતિએ ઘૂમી રહ્યું છે. હબલ સ્પેસ ટેલિસ્કોપે છેલ્લાં ૩૪ વર્ષની ઉજળી કામગીરી દરમિયાન બ્રહ્માંડનાં અદભૂત રહસ્યોનો અને આશ્ચર્યાનો તાગ મેળવીને ખગોળશાક્રીઓને અંતરિક્ષની નવી સમજણ આપી છે.
નાસાનાં સૂત્રોએ જણાવ્યુ છે કે અમારા હબલ સ્પેસ ટેલિસ્કોપે આપણી મિલ્કી વે ગેલેકસી જેને મંદાકિની કહેવાય છે તેમાંના સ્કોર્પિયસ કોન્સ્ટેલેશન એટલે કે વૃશ્ચિક રાશી અથવા નક્ષત્રનું તારા મંડળમાં નવા જન્મતા તારાની ઇમેજ સાથે તેનો આખો વિસ્તાર શોધ્યા છે. આ તારા મંડળમાં નવા, ઝળહળતા તારાના જન્મની પ્રક્રિયા થઇ રહી છે. હબલે વૃશ્ચિક રાશિના આ નવા તારા મંડળની સુંદર,રંગીન ઇમેજીસ લીધી છે. મિલ્કી વે ગેલેકસીમાંનું આઇ.આર.એ.એસ. –૧૬૫૬૨–૩૯૫૯ સંજ્ઞા ધરાવતું વૃશ્ચિક રાશિનું નવું તારા મંડળ પૃથ્વીથી ૫,૯૦૦ પ્રકાશ વર્ષ જેટલા અતિ દૂરના અંતરે છે.
આશ્ચર્યની બાબત તો એે છે કે મિલ્કી વેગેલેકસીના સ્કોર્પિયસ કોન્સ્ટેલેશનમાં જે નવા તારાનો જન્મ થઇ રહ્યો છે તે આપણા સૂર્ય કરતાં ૩૦ ગણા વધુ મોટા અને વધુ પ્રકાશિત હોવાની પૂરી શકયતા છે. આ નવા તારાનું જૂથ ભવિષ્યમાં આખી મિલ્કી વે ગેલેકસીના સૌથી મોટા –વિરાટ તારામાંનું જૂથ બની રહેશે. આમ પણ અગોચર બ્રહ્માંડમાં આપણા સૂર્યના દળ કરતાં ૨૦, ૩૦, ૫૦, ૧૦૦ ગણું વધુ દળ ધરાવતા અને અનેકગણા વધુ પ્રકાશિત તારા ઝળહળી રહ્યા છે. આપણા સૂરજની ઉંમર કરતાં પણ વધુ જૂની પેઢીના એટલે કે ૧૦થી ૧૧ અબજ વર્ષ પહેલાં જન્મેલા તારા પણ છે. વળી, આ તારા મંડળમાં ધૂળનાં અતિ ગાઢ અને અતિ વિશાળ વાદળો ઘુમરાતાં હોવાથી ત્યાં ઘેરો અંધકાર પણ છે.ધૂળનાં વાદળોને કારણે આ તારા મંડળનો પ્રકાશ પણ ઝાંખો છે. આમ છતાં હબલ સ્પેસ ટેલિસ્કોપના આધુનિક ઇન્ફ્રારેડ કેમેરાએ ધૂળનાં વાદળોને પણ ભેદીને નવા તારાના જન્મની અદભુત અને અજીબોગરીબ પ્રક્રિયાની તથા તે વિશાળ તારા મંડળની મનોહર ઇમેજીસ લીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech