સામાન્ય રીતે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં પ્રસિધ્ધ થતી રાજકોટ મહાનગરપાલિકાની ટેબલ ડાયરી મોડે મોડે જૂન માસના અંતિમ સપ્તાહમાં પ્રસિધ્ધ થઇ છે. પ્રિન્ટિંગ, ગ્રાફિક્સ, લે-આઉટ તેમજ 12 કલર પેઇજથી ડાયરી અગાઉના વર્ષોથી આકર્ષક બની છે પરંતુ તાજેતરમાં સામૂહિક બદલીના ઓર્ડર થતા હવે શાખા વાઇઝના નામ-નંબર વિગેરે લેટેસ્ટ અપડેટ રહ્યા નથી. જો કે ડાયરીમાં સૌથી આશ્ચર્યજનક બાબત તો એ રહી છે કે મ્યુનિસિપલ કમિશનર તરીકે પૂર્વ મ્યુનિ.કમિશનર આનંદ પટેલનો ફોટો પ્રસિધ્ધ કરાયો છે, જ્યારે કમિશનર બ્રાન્ચની સ્ટાફ ડિટેલ્સમાં કમિશનર તરીકે ડી.પી.દેસાઇનું નામ પ્રસિધ્ધ કરાયું છે.
મહાપાલિકાની ટેબલ ડાયરી અને પોકેટ ડાયરીની રાજકીય આગેવાનો અને કાર્યકરો એપ્રિલ માસથી રાહ જોઇ રહ્યા છે જે તાજેતરમાં પ્રસિધ્ધ થઇ જતા તેમજ આજથી વિતરણ શરૂ કરતાં ડાયરી મેળવવા પડાપડી થઇ રહી છે. કોર્પોરેટરો તેમજ કમિટિ ચેરમેનો તેમને મળવાપાત્ર સંખ્યાનો ડાયરીની જથ્થો લઇ જઇને વોર્ડમાં વિતરણ કરવા લાગ્યા છે, જ્યારે અધિકારીઓને તેમની ચેમ્બરમાં મોકલવામાં આવી રહી છે. આગામી વર્ષે આથી વધુ માહિતીપ્રદ ડાયરી પ્રસિધ્ધ કરાય તેમજ સામાન્ય નાગરિકોને પણ ઓળખાણ કે ભલામણ વિના સરળતાથી ડાયરી મળી રહે તેવો પ્રયાસ કરાય તો તે ઇચ્છનીય અને આવકાર્ય બની રહેશે કારણ કે ડાયરીનો ખર્ચ તો પ્રજાની તિજોરીમાંથી જ થાય છે.
ટાઇટલ પેઇજ ઉપર અટલ સરોવર
રાજકોટ મહાપાલિકાની વર્ષ 2024-2025ની ટેબલ ડાયરીના ટાઇટલ પેઇજ ઉપર અટલ સરોવર અને લાસ્ટ પેઇજ ઉપર કેકેવી મલ્ટી લેવલ બ્રિજનો ફોટો દશર્વ્યિો છે. જ્યારે બુકમાર્કમાં પ્રદ્યુમન પાર્ક ઝૂના સિંહના ફોટોગ્રાફ મુક્યા છે. તદઉપરાંત આજી અને ન્યારી ડેમ ઓવરફ્લો થયાની તસવીરો વર્ષો બાદ ડાયરીમાં સમાવિષ્ટ કરાઇ છે. દરેક મહિનાના અંતે એક કલર પેઇજ મૂક્યું છે જેમાં પેઇજની બન્ને બાજુ બબ્બે મળી કુલ ચાર કલર ફોટોગ્રાફ મુકાયા છે. 12 કલર પેઇજમાં કુલ 48 વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના ફોટોગ્રાફ્ મુકાયા છે જેમાં વિવિધ ખાતમુહૂર્ત-લોકાર્પણની પ્રાસંગિક તસવીરો છે.
બન્ને કોંગી કોર્પોરેટર ફરી ડાયરીમાં ચમક્યા
રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.15ના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભરાઇ કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ પક્ષ પલટો કરી આપમાં જોડાતા બન્ને ડિસ્ક્વોલિફાઇ થયા હતા, દરમિયાન તેઓ ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયા બાદ લાંબો કાનૂની જંગ ખેલતા કોર્ટના આદેશથી બન્નેને પદ ઉપર પુન:સ્થાપિત કરાયા હતા. આથી ચાલુ વર્ષ 2024-25ની ટેબલ ડાયરીમાં ફરી બન્નેના ફોટો પ્રસિધ્ધ કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech