જેતપુરમાં વાવાઝોડાના અસરગ્રસ્તોની વહારે આવતા સેવાભાવી સંગઠનો

  • June 16, 2023 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિપોરજોય વાવાઝોડાની દહેશતે સમગ્ર રાજ્યની પ્રજા ભયના ઓથારતળે આવી ગઇ છે ત્યારે જેતપુરમાં પણ ડાઇંગ એસોશીએશન, રાહત સમિતિ, માર્કેટ યાર્ડ અને સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિર એમ ચારે સંગઠનો મેદાનમાં આવ્યા છે. અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ખડેપગે સેવા આપવા તેમજ ફૂડપેકેટ પૂરા પાડવાની અનન્ય તૈયારીઓ બતાવી છે.આ બાબતે ઉપરોકત ચારેય સંગઠનોના કાર્યવાહકો અને જેતપુર ડાઇંગ એન્ડપ્રિન્ટિંગ એશો.ના પ્રમુખ જેન્તીભાઇરામોલિયાએ જણાવ્યું હતું કે શહેરમાં ક્યાંય પણ કોઈ જાનહાનિ ન થાય તે માટે સરકારી તંત્રો સાથે તેઓ પણ રાત-દિવસ સધિયારો આપશે. એટલુંજ નહીં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગરીબોને સ્થળાંતર કરવાની જરૂર પડશે તો શહેરના આ ચારે સંગઠનો બનતી જાહેમત ઉઠાવશે.
​​​​​​​
આ સિવાય અત્યાર સુધીમાં ૬ હજાર જેટલા ફૂડપેકેટ બનાવાયા છે. સરકારી તંત્રોની સૂચના મળે અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં પેકેટ પહોંચાડવાની સેવા કરવામાં આવશે.રાહત સમિતિ, સ્વામી. મંદિર, ડાઇંગ એશો અને માર્કેટ યાર્ડના તમામ નાના મોટા આગેવાનો સેવામાં જોડાઈ ગયા છે. 
જાય સુધી વાવાઝોડાની આફત વર્તાતી રહેશે ત્યાં સુધી સેવા કરવાનો નિર્ધાર કરાયો છે. ડાઇંગ એશો. ના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ એવું પણ જણાવ્યું હતું કે કુદરતી આફત સામે માણસ લાચાર થાય ત્યારે બનતી મદદ સૌએ કરવી જોઈએ અને આવી સેવાની કરજ માટે સ્વયં જાગૃતિ દાખવી સહયોગ જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application