પાક.માં મોંઘવારી ફાટીને ધુમાડે, પેટ્રોલ–ડીઝલની કિંમતો ૩૦૦ રૂપિયાને પાર

  • September 01, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત ૩૦૦ પિયા પ્રતિ લીટરને વટાવી ગઈ છે. કાર્યકારી સરકારે પેટ્રોલના ભાવમાં ૧૪.૯૧ પિયા પ્રતિ લીટરનો વધારો કર્યેા છે ત્યારબાદ પેટ્રોલની કિંમત ૩૦૫.૩૬ પિયા થઈ ગઈ છે. યારે ડીઝલની કિંમતમાં ૧૮.૪૪ પિયાનો વધારો થયો છે ત્યારબાદ ડીઝલ ૩૧૧.૮૪ પિયા પ્રતિ લીટર થઈ ગયું છે. નાણા મંત્રાલયે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વધારા સાથે પેટ્રોલની કિંમત ૩૦૫.૩૬ પિયા પ્રતિ લિટર અને હાઇ સ્પીડ ડીઝલ (એચએસડી) ૩૧૧.૮૪ પિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેરોસીન કે લાઈટ ડીઝલ ઓઈલના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


કિંમતોમાં વધારો એવા સમયે થયો છે યારે સરકારે ૧૫ ઓગસ્ટે જ તેની કિંમતોમાં ભારે વધારો કર્યેા હતો. ત્યારબાદ વચગાળાની સરકારે ઈંધણના ભાવમાં પ્રતિ લીટર ૨૦ પિયા સુધીનો વધારો કર્યેા હતો. અગાઉની સરકાર દ્રારા ૧ ઓગસ્ટના રોજ પેટ્રોલિયમના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.આંતરરાષ્ટ્ર્રીય બજારમાં પાકિસ્તાની પિયાની હાલત સતત કથળી રહી છે. ગુવારે ઇન્ટરબેન્ક માર્કેટમાં અમેરિકન ડોલર સામે પાકિસ્તાની પિયો ફરી એકવાર ૧.૦૯ પિયા ઘટો હતો. તે ૩૦૫.૫૪ પિયાની રેકોર્ડ નીચી સપાટીએ બધં રહ્યો હતો. વચગાળાની સરકાર સત્તામાં આવી ત્યારથી પિયામાં ૪.૬ ટકાનો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં પાકિસ્તાની પિયામાં ૬.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આઈએમએફ એ ૩ બિલિયન ડોલરની મદદ મંજૂર કરી
નોંધનીય છે કે આઈએમએફ એ તાજેતરમાં જ પાકિસ્તાનને નાણાકીય કટોકટીમાંથી બહાર કાઢવામાં મદદ કરવા માટે ૩ બિલિયન ડોલરનું બેલઆઉટ પેકેજ જાહેર કરવાની મંજૂરી આપી છે.જો કે આ લોન આપતા પહેલા વૈશ્વિક સંસ્થાએ એવી શરત પણ મૂકી છે કે દેશની પેટ્રોલિયમ વસૂલાતમાં ૬૦ પિયા પ્રતિ લીટર વધારો કરવામાં આવે. મદદ માટે સતત વિનંતીઓ કર્યા પછી લગભગ આઠ મહિના પછી ૩૦ જૂન, ૨૦૨૩ ના રોજ એ શરતો સાથે ૩ અબજ ડોલરની મદદને લીલી ઝંડી આપી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application