પેટ્રોલ–ડીઝલના ભાવ ઘટવાનો સંકેત: ચૂંટણી ઈફેકટ?

  • June 08, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નુકસાનની રિકવરી થઇ ગયા બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીએ આપ્યો સંકેત




છેલ્લા એક વર્ષથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડાની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. . તેલ કંપનીઓ આગામી સમયમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં આટલો ઘટાડો કરી શકે છે.





પેટ્રોલ ડિઝલની કિંમતો સામાન્ય માણસના જીવનને ખૂબ જ અસરકર્તા છે. આ કારણે જ યારે આ બંનેની કિંમતોમાં થોડો પણ વધારો કરવામાં આવે છે ત્યારે ઉપાહો મચી જાય છે. જોકે આ વખતે તમારા માટે સારા સમાચાર આવ્યા છે. સૂત્રો મુજબ પેટ્રોલ ડીઝલની કિંમતોને લઈને ટૂંક સમયમાં જ મોટો નિર્ણય આવી શકે છે. પેટ્રોલિયમ કંપનીઓ તેને જલ્દી ઘટાડવા અંગે નિર્ણય કરી શકે છે. આ બંનેની વેચાણ કિંમતમાં મોટો ઘટાડો આવી શકે છે.





રિપોર્ટ અનુસાર પેટ્રોલિમય કંપનીઓએ પોતાનું નુકસાન રિકવર કરી લીધું છે અને હવે ઈચ્છે તો ઘખઈત પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો કરી શકે છે. કેમ કે તેમના પાસે આમ કરવા માટે ખરીદ અને વેચાણ કિંમત વચ્ચે મોટો તફાવત છે. ઘખઈત માટે છેલ્લું કવાર્ટર ખૂબ જ સાં ગયું છે અને આશા છે કે આગામી ત્રિમાસિક ગાળો પણ સારો રહેવાનો છે. તેલ કંપનીઓનું કહેવું છે કે ઉત્પાદનને લઈને અમારે હજુ નિર્ણય લેવાનો બાકી છે. અમે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છીએ. અમારા માટે ગત ત્રિમાસિકગાળાના પરિણામો ખૂબ જ શાનદાર રહ્યા છે. જોકે અમારો જૂનો લોસ ઘણો વધારે છે.




દેશની મોટી પેટ્રોલિયમ કંપની આઈઓસીની વાત કરીએ તો તેનું કુલ સંચિત નુકસાન ૭૮ હજાર કરોડ પિયા છે. યારે હાલમાં આખી ઈન્ડસ્ટ્રીઝના નુકસાનની વાત કરીએ તો લગભગ ૧.૬૪ લાખ કરોડ પિયા રહ્યો છે. ૧ વર્ષથી નધી બદલી કિંમતો: પેટ્રોલ ડીઝલની કિંમતોમાં છેલ્લા એક વર્ષથી કોઈ ફેરફાર નથી થયો એક વર્ષથી આ સ્થિર જ રહી છે. જેના કારણે સતત પ્રશ્નો ઉઠતા રહ્યા છે કે આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્ર્રીય બજારોમાં ક્રૂડની કિંમતોમાં તગડા ઘટાડા પછી પણ તેલ કંપનીઓએ કોઈ ભાવ ઘટાડો કર્યેા નહોતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application