પાકિસ્તાનમાં ફરી પેટ્રોલ-ડીઝલ થયું મોંઘું, કિંમત 300 રૂપિયાને પાર

  • September 01, 2023 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનના લોકો પહેલાથી જ મોંઘવારીનો બેવડો માર સહન કરી રહ્યા છે. આ દરમિયાન સમગ્ર દેશમાં ફરી એકવાર પેટ્રોલના ભાવમાં જોરદાર વધારો થયો છે, જે બાદ પહેલીવાર પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 300ને પાર પહોંચી ગયા છે. હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા અને ડીઝલની કિંમત 311.84 રૂપિયા થઈ ગઈ છે.


સોશિયલ મીડિયા પર આપી માહિતી

પાકિસ્તાનના નાણા મંત્રાલયે મધ્યરાત્રિ પછી સોશિયલ મીડિયા X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરતી વખતે જણાવ્યું હતું. "પેટ્રોલ હવે 305.36 રૂપિયા પ્રતિ લિટર અને HSD રૂપિયા 311.84 પ્રતિ લિટર છે.


પેટ્રોલ અને ડીઝલના ભાવનું શું થયું?

સ્થાનિક અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 290.45 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 305.36 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આ સિવાય ડીઝલ જે 293.40 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતું તે 18.44 રૂપિયા વધીને 311.84 રૂપિયા પ્રતિ લીટર થયું છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત 300 રૂપિયાને પાર કરી ગઈ છે.


પાકિસ્તાની રૂપિયામાં સતત ઘટાડો

આ પહેલા 15 ઓગસ્ટના રોજ પણ તેમની કિંમતોમાં 20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ફરી એકવાર કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. શુક્રવારે ઇન્ટરબેંક માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયામાં 1.09 રૂપિયાનો ઘટાડો ચાલુ રહ્યો હતો. હાલમાં એક ડોલર 306 પાકિસ્તાની રૂપિયા બરાબર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application