દ્વારકા સાગર રૂપેણ માચ્છીમાર સમાજ દ્વારા આવેદન

  • December 31, 2024 11:09 AM 
સાગર રૂપેણ માચ્છીમાર સમાજ-દ્વારકા દ્વારા ગુજરાત ફીશરીઝ રૂલ્સ-ર003 ના સુધારા નોટીફીકેશન સામે વાંધા તથા સૂચના અંગે કેબીનેટ મંત્રી રાઘવજી પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં એલઇડી ફીશીંગ બાબતે દરિયામાં એલઇડી હેવી લાઇટ ઉતારીને કરવામાં આવતી ફીશીંગ બંધ કરવા અને દરિયાઇ સપાટી ઉપર નોર્મલ એલઇડી લાઇટ દ્વારા થતી ફીશીંગ બંધ કરવાની સાથે અન્ય વાંધા-સૂચનો પણ આવેદનપત્રની સાથે જણાવવામાં આવ્યા છે, આ આવેદન આપતી વેળાએ પ્રમુખ સતારભાઇ ભચા, ઉપપ્રમુખ હુશેનભાઇ ભેંસલીયા તથા મહામંત્રી ફારુકભાઇ ગાદ સહિતના હોદ્દેદારો, સભ્યો જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application