લાઠી પાલિકા દ્વારા પાણી, ગટર,સ્ટ્રીટ લાઈટનો વેરા વધારતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદનપત્ર

  • December 14, 2023 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લ ાના લાઠી  નગરપાલિકામાં ચેમ્બર ઓફ  કોમર્સ દ્વારા વેરા વધારાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લાઠી નગરપાલિકા એ વેરા વઘારવા સામે લાઠી ચેમ્બર ઓફ કોમર્સ  દ્વારા ભારે વિરોધનિ લાગણી સાથે  આવેદનપત્ર ચીફ ઓફિસરને આપવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં લાઠી શહેરના ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તેમજ વેપારીઓ જોડાયા હતા ત્યારે બીજી બાજુ જોઈએ તો નગરપાલિકા દ્વારા પણ આજે લાઠી ના ધારાસભ્ય જનક તળાવીયા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના આગેવાનોને એક પત્ર પાઠવીને જાણ કરવામાં આવી હતી કે લાઠી શહેરમાં વેરા વઘારવા મા નહી આવેતો આવક સામે વધુ જાવક થી નગરપાલિકા આર્થિક્ મુશ્કેલીમા સપડાવાનિ  શક્યતાઓ જોવા મળી રહી છે તેમજ નગરપાલિકા દ્વારા આજે ચેમ્બર ઓફ કોમર્સને ને લેટર દ્વારા જાણ કરવામાં આવી હતી કે વેરો દાખલ કરવામાં ન આવે તો  જેમકે સ્ટ્રીટ લાઈટ તેમજ અન્ય સેવા નગરપાલિકા આપી શકે તેમ નથી તેવી સ્થિતિ થાય એમ છે તેવી જાણ નગરપાલિકા એ લેટર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના ને કરવામાં આવી હતી બીજી તરફ સ્ટ્રીટ લાઈટ વોટર વર્કર્સ નું જે વીજ જોડાયેલ છે તે પણ કપાઈ શકે તેમ છે તેમજ અન્ય સેવા તેમજ જે આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવેછે તેવી પરિસ્થિતિ નુ નિર્માણ થાય એમ છે અને નગરપાલિકા સક્ષમ નથી તેવું જાણ આજે નગરપાલિકા દ્વારા આ તમામ હોદ્દેદારોને કરવામાં આવી હતી દીવાબત્તી  કર  નગરપાલિકામાં વાર્ષિક ખર્ચ લાઈટ બિલ તથા વાયરમેનનો પગાર માલ સમાન ખર્ચ સહિતના જે ખર્ચ છે તે માટે આ વેરુ વધારવો જરૂરી હોય તે વું આજે આ લેટરમાં જણાવવામાં આવ્યું હતું સામે આજે લાઠી ચેમ્બર ઓફ કોમર્સ ની આગેવાની મા વેરા વઘારવા સામે લાઠી નગરપાલિકા ના ચીફ ઓફિસર ને આવેદનપત્ર આપી વિરોધ બતાવ્યો હતો મોટી સંખ્યામાં વેપારીઓ આ આવેદનપત્રમાં જોડાયા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application