રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરના જામનગર રોડ ઉપરના સાંઢીયા પુલના સ્થાને .૭૪.૩૨ કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા ફોર લેન ઓવરબ્રિજ પ્રોજેકટના કામે હાલ જૂનો પુલ તોડવાની કામગીરી છેલ્લા ત્રણેક મહિનાથી ચાલી રહી છે, ત્રણ મહિનામાં બજરંગવાડી તરફની દિશામાંથી ૫૦ ટકા પુલ તોડયો છે અને હવે રેલવે ટ્રેક ઉપરના સેન્ટ્રલ પોર્શનનું ડાયમડં કટર ટેકનોલોજીથી ડિમોલિશન કરવામાં આવનાર છે.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ડાયમડં કટરથી કેકની જેમ ચોસલા કરી જે હિસ્સો તોડવાનો છે ત્યાં સુધી પહોંચ્યા ત્યાં રેલવે એન્જીનિયરની બદલી થઇ છે અને હવે નવા એન્જીનિયર નિયુકત થયા છે આથી આ બાબતે હવે તેમની મંજુરી લેવા જવાની થશે. યારે એક પણ ટ્રેન પસાર થવાની ન હોય તેવા સમયનું શેડુઅલ તૈયાર કરી તે સમયે જ સેન્ટ્રલ પોર્શન ડિમોલિશ કરવાની મંજુરી મળશે. આથી આ મંજૂરી માટે નવા એન્જીનિયર સમક્ષ એપ્લાય થવાનું રહેશે. યાં સુધી આ અંગેની મંજુરી નહીં મળે ત્યાં સુધી સેન્ટ્રલ પોર્શનનું ડિમોલિશન કરી શકાય નહીં કારણ કે આ ખુબ જોખમી કામ છે. સૂત્રોએ ઉમેયુ હતું કે પુલનો ભોમેશ્વર તરફનો ૫૦ ટકા હિસ્સો તોડવામાં હજુ બે મહિના જેવો સમય વીતી જશે ત્યાં સુધીમાં દિવાળી આવી જશે, વાસ્તવિક રીતે નવા પુલની કામગીરી શ થવા સુધીમાં દિવાળી આવી જશે અને નૂતન વર્ષથી જ નવા બ્રિજની કામગીરી શ થાય તેવી શકયતા છે. બ્રિજના ૧૪૦ જેટલા પ્રિ કાસ્ટ ગર્ડરની ડિઝાઇન અંગેની આર એન્ડ બી વિભાગમાંથી મંજૂરી મેળવવાની બાકી છે, અલબત્ત આ અંગેની કામગીરી તો કન્સલ્ટન્ટ એજન્સી હસ્તક છે તેમ છતાં હજુ તે કાર્યવાહી પણ બાકી છે.
ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે અમુક દિવસો કામ બધં પણ રહ્યું હતું. એકંદરે કહી શકાય કે સાંઢીયા પુલ પ્રોજેકટ નિર્ધારિત તારીખે પૂર્ણ થવાની શકયતા નહીંવત છે તેમ કહેવામાં અતિશયોકિત નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલગ્ન પ્રસંગે શહેર-જિલ્લામાં હવે ફટકડા નહીં ફોડી શકાય
May 10, 2025 04:09 PMતળાજા : પીથલપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદના પગલે ગોઠણસમા ભરાયા પાણી
May 10, 2025 04:08 PMભાવનગરમાં સતત માવઠાના મારથી હજારો ટન મીઠુ ધોવાયું
May 10, 2025 04:07 PMખેડૂતવાસના યુવાનની હત્યામાં ઝડપાયેલા શખ્સોને સાથે રાખી પોલીસે કરાવ્યું રીક્ધટ્રકશન
May 10, 2025 04:01 PMકણકોટમાં બેટરીનું અંજવાળું કરી જુગાર રમી રહેલા ત્રણ ઝડપાયા
May 10, 2025 03:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech