લીમડાલાઇન વિસ્તારમાં અવારનવાર વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ

  • July 08, 2023 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેયર, શાસક પક્ષના નેતા સહિતના અગ્રણીઓએ મુલાકાત લીધી: હજુ પણ પાણી નિકાલ ન થયો: કાયમી ઉકેલ માટે ઘટતું કરવા માંગણી

લીમડા લાઈન ગરબી ચોક ચર્ચ પાસે વરસેલા વરસાદના કારણે કેડ સમા પાણી ભરાઈ ઞયા હતા. હાલમાં વોટર ડ્રેનેજના અધુરા કામને કારણે આ પાણી ભરાયું છે તેવું ૧૦૮ ના અધિકારીઓ એ જણાવેલ પરંતુ એ નથી સમજાતું કે લાખોટા તળાવ ભરાઈ જશે તો તેનું પણ ઓવરફ્લો પાણી કેનાલમાં આવશે તો લીમડા લાઈન ડ્રેનેજ પાઈપનું પાણી કેવી રીતે કેનાલમાં જશે તે મોટો સવાલ છે.
જામનગરના ચર્ચ, લીમડા લાઈનનો વિસ્તાર નીચાણમાં છે એટલે પત્રકાર કોલોની, ક્રિકેટ બંગલા, અવન્તિકા, રજપુતપરા, મંગલબાગ, ગુરુદ્રારા, આણંદાબાવા આશ્રમ રોડ આ બધા વિસ્તારોના પાણીનો ભરાવો થાય છે, માટે પાણીને આવક-જાવકની જગ્યા ઓછી પડે છે. અંબર ચોકડીથી પાણી આગળ જતું નથી તેનું કારણ આગળ કેનાલ ઉપરના દબાણો અને કેનાલ નાની થઈ ઞઈ છે.
ભીમવાસ નવાગામ થઈ રંગમતી નદી સુધી નવી કેનાલ બનાવવી જેથી છેક સુધી પાણી નીકળી જાય તો જ લીમડા લાઈન અને ઉપરના વિસ્તારોમાંથી આવતું પાણી ઝડપથી નીકળી શકે અને તો જ ડ્રેનેજ લાઈન નાખેલ છે તે સાર્થક ગણાશે તેવું માનવું છે.
આ વર્ષે ફક્ત ર થી ૩ કલાકમાં પાણીનો નિકાલ થઈ ગયો હતો. રહી વાત ભૂગર્ભ ગટરના ઢાંકણામાથી ૩૦ તારીખના વરસાદથી ભૂગર્ભ ગટરના પાણી બંધ ન થયા અને ગંદકી, કાદવ-કીચડ, મચ્છરના ઉપદ્રવ અને રોગચારો ના થાય તે પહેલા આ વિસ્તારના રહેવાસીઓ અને મહેશભાઈ રામાણીએ અધિકારીઓ અને મેયર બીનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, વોર્ડ નં.૯ ના કોર્પોરેટરો, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી, સાંસદ પુનમબેન માડમ તથા ડી.એમ.સી. ભાવેશભાઈ જાનીને ઉપરોક્ત હકીકતના ફોટા-વિડીયો મોકલાવેલ અને મેયરની આગેવાનીમાં લીમડાલેન ઞરબી ચોકમાં ભરાયેલ પાણીના જટિલ પ્રશ્ને મેયર બીનાબેન કોઠારીની અધ્યક્ષતામાં બપોર પછીની શિફ્ટમાં શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આકાશભાઈ બારડ તથા અધિકારીઓ ઝોનલ ઓફિસર દિપકભાઈ પટેલ, ભૂગર્ભના અધિકારી કણસાગરા, સિવિલના વાણીયા, મુકેશભાઈ ચાવડા, પ્રકાશભાઈ મકવાણા સાથે વોર્ડ ૯ ના મહામંત્રી ચીનાભાઇ તથા યુવા પાંખના દુષ્યન્તભાઈ સોલંકી અને કમલેશભાઈ સોઢા હાજર રહ્યા હતા અને તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application