રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં મવડીના અંબિકા ટાઉનશીપ રોડ ઉપર પોશ રહેણાંક સોસાયટીઓ વચ્ચેના પ્લોટમાં ગાર્ડન બનાવવાનું વચન આપ્યા બાદ મહાનગરપાલિકાએ ત્યાં આગળ કચરો ઉપાડવા માટેના ટીપરવાનનું પાર્કિંગ સ્ટેશન બનાવી નાખતા આજુબાજુની ૧૦ સોસાયટીઓના રહીશોમાંથી જબરો વિરોધ વંટોળ ઉઠ્યો છે. દરમિયાન આજે ખુલતી કચેરીએ મહાનગરપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ૧૦૦થી ૧૫૦ જેટલા લતાવાસી ભાઇઓ-બહેનોનું ટોળું ધસી આવ્યું હતું. મેયર અને મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર પાઠવી ટીપરવાન પાર્કિંગ સ્ટેશન રદ કરીને ગાર્ડન બનાવી આપવા રજુઆત કરી હતી.
વિશેષમાં વિવિધ ૧૦ સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટીઓના લેટરપેડ ઉપર આપેલા મેયર નયનાબેન પેઢડિયા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને પાઠવેલા આવેદનપત્રમાં તેમજ આજકાલ દૈનિક કાર્યાલયની મુલાકાતમાં ઉપરોક્ત વિષયે જણાવ્યું છે કે રાજકોટની મવડી ટીપી સ્કિમ નં.૨૬ના ફાઇનલ પ્લોટ નં.૩(એ) આવેલ છે અને આ પ્લોટની આજુબાજુમાં મોટા પ્રમાણમાં રહેણાંક સોસાયટીઓ વિકસિત થયેલ છે. આ પ્લોટમાં અગાઉ ગાર્ડન હેતુનું રિઝર્વેશન ફાળવવામાં આવેલ હતું જેની સાચા અર્થે જરૂરિયાત છે પરંતુ હાલમાં આ પ્લોટમાં ફેરફાર કરીને સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુનું રિઝર્વેશન ફાળવવામાં આવ્યું છે. વિશેષમાં અદ્યતન પ્રાપ્ત થયેલ માહિતી મુજબ અહીંયા કુલ છ વોર્ડની કચરો ઉઠાવવાની ટીપરવાનના પાર્કિંગ માટે આ પ્લોટ ફાળવવામાં આવેલ છે.
જો આ સ્થળ પર ટીપરવાનનું પાર્કિંગ આવે તો રહેણાંક વિસ્તારમાં ખુબજ ટ્રાફિક તેમજ ગંદકી સર્જાય એમ છે તેમજ પ્લોટની બાજુમાં શિવમંદિર હોવાથી જો મંદિરની બાજુમાં કચરાની ગાડીનું પાર્કિંગ આવે તો આજુબાજુમાં રહેતા તમામની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચશે. આ પ્લોટમાં ગાર્ડન વ્યવસ્થિત રીતે વિકસિત કરી આપવામાં આવે તો આજુબાજુના ઘણા રહેણાંક વિસ્તારના લોકો માટે ઉપયોગી બની રહે અને ઉપરોક્ત પ્લોટની આજુબાજુના નજીકના વિસ્તારમાં ગાર્ડન ન હોય માટે આ રિઝર્વેશનનો ગાર્ડન તરીકે યોગ્ય ઉપયોગ થાય તેવું કરી આપવા વિનંતી છે, કચરો ઉઠાવવા માટેના ટીપરવાનના પાર્કિંગના કારણે રહેતા તમામના સ્વાસ્થ્યને ભારે નુકસાન થવાની સંભાવના જણાય છે માટે આ પ્લોટનો ટીપરવાનના પાર્કિંગનો ઉપયોગ રદ્દ કરવા વિનંતી છે.
ઉપરોક્ત મુદ્દે સાંસદ પરસોતમ રૂપાલા, વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ, ભારતીબેન પાડલીયા, રાણાભાઇ સાગઠિયા, વિનોદભાઇ સોરઠીયા સહિતના પદાધિકારીઓ તેમજ વેસ્ટ ઝોન સિટી એન્જીનિયર, ચીફ પર્યાવરણ ઇજનેર, ટાઉન પ્લાનિંગ ઓફિસર સહિતના અધિકારીઓ અને ઇજનેરોને પણ લેખિત રજુઆત કરવામાં આવી હોવાનું રહીશોએ આજકાલ દૈનિક કાર્યાલયની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. આજકાલ દૈનિક કાર્યાલયની મુલાકાત વેળાએ વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશીપ રોડ ઉપરની વિવિધ સોસાયટીઓના આગેવાનો મિતેષભાઇ મુંગરા, પ્રગ્નેશભાઇ પરસાણા, સુરેશભાઇ ડોગરિયા, ધર્મેશભાઇ ડોબરીયા, જયદીપભાઇ ક્યાડા, હરેશભાઇ રાખોલીયા, મયુરભાઈ સુરાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ ૧૦ સોસાયટીઓ દ્વારા વિરોધ
(૧) ઇસ્કોન હાઇટ્સ એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન
(૨) લક્ષ્મી પાર્ક સોસાયટી
(૩) અક્ષર એવન્યુ ફલેટ્સ એસોસિએશન
(૪) ગિરિરાજ-૩ એપાર્ટમેન્ટ
(૫) સહજાનંદ પાર્ક
(૬) ગોલ નેસ્ટ ફ્લેટ ઓનર્સ મેન્ટેનન્સ એસોસિએશન
(૭) શ્યામલ સત્વ ઓનર્સ એસોસિએશન
(૮) શુભ એવન્યુ ઓનર્સ એસોસિએશન
(૯) અવધ રેસિડેન્સી
(૧૦) સ્થાપત્ય પ્લેનેટ ઓનર્સ એસોસિએશન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech