કાલાવડના ગલપાદરમાં પાના ટીંચતા શખ્સો ઝડપાયા

  • March 05, 2024 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાતમી આધારે પોલીસ પ્રગટી : ૧૧ હજારની રોકડ જપ્ત

કાલાવડ તાલુકાના ગલપાદર ગામે પંચાયતવાળી શેરીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ સાથે દબોચી લેવાયા હતા.
કાલાવડના કુંભનાથપરામાં રહેતા વસીમ ઇસ્માઇલ નોયડા, મામદ અલારખા થૈયમ, સોહીલ મુસા થૈયમ અને ચેલાબેડી ગામના ઇદરીશ ઇબીબ થૈયમ નામના શખ્સો ગલપાદર ગામે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા હોય જે બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડીને ચારેયને જુગાર રમતા રોકડા ૧૧૮૩૦ સાથે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application