ભાવનગર એસ.ટી. સ્ટેન્ડમાં મુસાફરોના ખિસ્સા હળવા કરતા બે ગઠીયાઓ ઝડપાયા હત્તમ બસમાં ચડવા જતા મુસાફરોના ખિસ્સામાંથી પાકીટ ચોરી કરતા બન્નેને ઝડપી પોલીસ હવાલે કરાયા હતા. જેમાં બસમાં ચડવા જઈ રહેલા એક મુસાફરનું બે શખ્સે પાકીટ ચોરી કરી હતી. જે બન્ને શખ્સને સુરક્ષા શાખાની ટીમે ઝબ્બે કરી મુસાફરને તેના રૂપિયા પરત કરાવ્યા હતા.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર બસ, સ્ટેન્ડમાં બપોરના સમયે એક મુસાફર ભાવનગર-જસપરા રૂટની બસમાં ચડી રહ્યા હતા. ત્યારે ભીડમાં રહેલા બે ગઠિયાએ તેમનું ખિસ્સું હળવી કરી નાંખ્યું હતું. જેની જાણ થતાં મુસાફરે તાત્કાલિક ઓફિસમાં જઈ સમગ્ર બનાવની હકીકત વર્તતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સુરક્ષ અધિકારી જે.પી. ગોહિલ, એટીઆદ સુધીરભાઈ સહિતના સુરક્ષા શાખાના સ્ટાફે સીસીટીવી રૂમમાં જઈ જીપીએસ સ્ટાફની મદદથી આ રૂટની બસ જે પ્લેટફોર્મ પર પાર્ક થયેલી હતી. ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે અજાણ્યા શખ્સ પાકીટ ચોરી કરી બસ સ્ટેન્ડની બહાર નીકળતા જોવા મળ્યા હતા. જેથી સ્ટાફે તપાસ કરતા બસ સ્ટેશનની બાજુમાં આવેલ કોમ્પલેક્ષની દુકાન નજીકથી બન્ને ખિસ્સાકાતરુંને પકડી પાડી મુસાફરના પૈસા પરત કરાવ્યા હતા. જ્યારે ઝડપાયેલા ગઠીયાઓને પોલીસને સોંપી અપાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાષ્ટ્રમાં 288 બેઠકોની મતગણતરી શરૂ, રહેશે મહાયુતિનું વર્ચસ્વ કે મહાવિકાસ આઘાડી બાજી મારશે?
November 23, 2024 09:04 AMધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech