ગોંડલ નાગરિક બેંકની ચુંટણીમાં વિપક્ષને ઘોર પરાય આપી ભાજપ પ્રેરીત પેનલનો ધીંગો વિજય થયા બાદ ભાજપ દ્રારા વિજય સભાનું આયોજન કરાયુ હતુ. તેમાં જેના નૈતૃત્વ હેડળ ચુંટણી લડાઇ તેવા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ સભાસદો નો હાથ જોડી આભાર માન્યા બાદ જેમની પેનલ સહિત કારમી હાર થઇ છે તેવા યતિષભાઈ દેસાઈ ને સવાલ કર્યેા કે તમે જાહેરસભા માં પડકાર કરેલો કે હારી જઇશ તો ચુંટણી લડીશ નહી,હવે હારી ગયાછો તો ચુંટણી લડાય ખરી?એક સિનિયર આગેવાન તરીકે સલાહ આપુ છુ કે આવા ચુકાદા પછી કોઈ પણ ચુંટણી લડવી જોઈએ નહી.જયરાજસિહે કહ્યુ કે ગણેશ ને ચુંટણી લડવા નો મારો કોઈ આગ્રહ નહતો,દરેક સમાજ માંથી ગણેશ ને ચુંટણી લડાવવાની વાત આવી.બસ આ વાતે યતિષ દેસાઇને દુખાવો થયો.
જયરાજસિહે કહ્યુ કે આધુનિક અને સુવિધાઓ સાથે બેંક નુ નવુ બિલ્ડીંગ બનશે.તેમણે કહ્યુ કે સભાસદોએ અશોકભાઈ પીપળીયાની નીતીમતા અને સુદ્રઢ વહીવટને મત આપ્યા છે. ત્યારે સભાસદોનાં વિશ્ર્વાસ ને કયારેય દાગ નહી લાગે.
નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ તેજાબી વકતવ્યમાં યતિષભાઈ દેસાઈને આડે હાથ લઈ કહ્યુ કે તેમનુ કામ ચોમાસાની તુની જીવાત જેવુ છે. યારે ચુંટણીઓ આવે આ જીવાત આવી જાય. ગણેશભાઈની કોરોનાકાળ, પુરગ્રસ્ત સ્થિતી સમયની સેવાઓ લોકો ભુલ્યા નથી પણ તે યતિષભાઈને ખબર નથી ! યતિષભાઈ ખોટી રીતે વિરોધ કરવા ટેવાયેલા છે.સો વર્ષ જુના રાજાશાહી વખતના ભગાબાપુનાં બન્ને પુલને હજુ સો વર્ષ સુધી કઈં થાય તેમ નથી. તેમ છતા કોર્ટને ગુમરાહ કરી પુલ બધં કરાવી ગોંડલને બાનમાં લીધુ છે.પુલ બધં થતા મમરા, સિમેન્ટ સહિત ઉધ્યોગને ભારે ફટકો
પડો છે.
વિજયસભામાં ઉપસ્થિત જીલ્લ ા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યુ કે બેંકની ચુંટણીમાં ઈમાનદારીનો વિજય થયો છે. ગોંડલના આન–બાન અને શાનનું રક્ષણ જયરાજસિહ કરે છે. કોઈ લુખ્ખાઓ હાની પંહોચાડે તો તેને સીધાદોર કરવાનું કામ પણ જયરાજસિહ જાડેજા કરે છે. વિજય સભામાં ચેરમેન અશોકભાઈ પીપળીયા સહિત વિજેતા ઉમેદવારો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાવલમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી પકડાયો
April 04, 2025 11:55 AMરિલાયન્સ આંધ્રપ્રદેશમાં 500 સીબીજી પ્લાન્ટ્સ સ્થાપી નવું સીમાચિન્હ સ્થાપશે
April 04, 2025 11:48 AMજામનગર: ધ્રોલના સુમરા ગામના બનાવ અંગે પરિજને વિગતો આપી
April 04, 2025 11:47 AMજામનગરમાં શ્રી હાટકેશ્વર મહાદેવનો દ્વિ-દિવસીય પાટોત્સવનું આયોજન
April 04, 2025 11:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech