આજરોજ જેતપુરમાં બપોરના પોણા બે વાગ્યા આસપાસ ભેદી ધડાકો સંભળાતા સમગ્ર શહેરમાં ગભરાહટની લાગણી વ્યાપી ગઈ હતી. ભેદી ધડાકાના પગલે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. શહેરમાં અલગ અલગ જગ્યાએ આ ભેદ ધડાકો સંભળાયો હોય. આ ઘટનાને લઈ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, આ ભેદ ધડાકો ભૂકંપના આંચકાને લીધે થયો કે અન્ય કોઈ કારણોસર તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાણવા મળી શકી નથી. ભેદી ધડાકાને લઈ જવાબદાર તત્રં દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રા વિગતો મુજબ આજરોજ બપોરના સમયે જેતપુરમાં ભેદ ધડાકાનો અવાજ સંભળાયો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાં આ ભેદી ધડાકાનો અવાજ સંભાળાયો હોય ગભરાહટના લીધે ઘરની બહાર દોડી ગયા હતા. ત્યારબાદ સમગ્ર શહેરમાં આ ભેદી ધડાકાઓને લઈ ચર્ચા શરૂ થઈ હતી. ભૂકંપના આંચકાના લીધે કે અન્ય કોઈ કારણોસર ભેદ ધડાકો થયો હોય તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ હતી.
બનાવને લઈ મામલતદારનો સંપર્ક કરતા ભેદ ધડાકાને લઈ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જો કે, ભૂકંપનો આંચકો આવવાથી આ અનૂભૂતિ થઈ હોય કે અન્ય કોઈ કારણોસર ભેદી ધડાકો સંભાળાયો હોય તે બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ શહેરમાં આજરોજ અલગ અલગ વિસ્તારોમાં સંભળાયેલા આ ભેદી ધડાકાને લઈ શહેરીજનો એક તબક્કે ગભરાહટના લીધે ઘરની બહાર નીકળી ગયા હતા અને આજે બપોર બાદ સમગ્ર શહેરમાં આજ બનાવની ચર્ચા થઈ રહી હતી. ભેદી ધડાકાની આ ઘટનાને લઈ હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો તત્રં દ્રારા જાહેર કરવામાં આવી નથી પરંતુ આ ઘટનાને લઈ સ્થાનિક મામલતદાર સહિતની ટીમ તપાસમાં લાગી ગઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કીના સ્કી રિસોર્ટમાં ભીષણ આગ, 66 લોકોના મોત અને અનેક ઘાયલ
January 21, 2025 07:33 PMશું તમે જાણો છો આપણું જામનગર રોજ ચાવી જાય છે બે ટ્રક સોપારી
January 21, 2025 06:46 PMદ્વારકા જિલ્લાના ૭ ટાપુઓ પર ગેરકાયદેસર દબાણો દુર કરવા મોટું ઓપરેશન
January 21, 2025 06:26 PMજામનગરમાં પવનની ગતિ ઘટતા લોકોને ઠંડીથી રાહત: તાપમાન ૧૫ ડીગ્રી
January 21, 2025 06:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech