જૂનાગઢમાં ચોબારી રોડ પર પૂજન ઇન્ફ્રાસ્ટ્રકચર નામની બાંધકામ પેઢી ચલાવતા બિલ્ડર અને તેની સાથે રહેલા યુવકે મુન લાઇટ પ્રોજેકટ અંતર્ગત પેમ્પલેટ છપાવ્યા હતા જેમાં બાંધકામ સાઈટના ફોટા અને પેઢીને મળેલ એવોર્ડ સહિતની બાબતો દર્શાવી સાં મકાન બનાવી આપવાનું જણાવી મહિલાને વિશ્વાસમાં લીધા હતા. મહિલાએ આ પ્રોજેકટ અંતર્ગત બે બ્લોક નોંધાવી .૩૫ લાખની રકમ આપી હતી મહિલા ઉપરાંત અન્ય સભ્યોએ પણ પ્લોટનું બુકિંગ કરાવ્યું હતું. પિયા લીધા બાદ બિલ્ડર અને તેનો સાગરિત ઓફિસને તાળા લગાવી મોબાઈલ બધં કરી નાસી જતા ૨.૪૩ કરોડની વિશ્વાસઘાત છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કરોડોની રકમની છેતરપિંડીના બનાવમાં હજુ પણ આંકડો વધે તેવી ભીતિ સેવાઈ રહી છે.
આ અંગે પ્રા વિગત મુજબ ચોબારી રોડ ઉપર પૂજન ઇન્ફ્રાસ્ટ્રકચર નામની પેઢી ચલાવતા બિલ્ડર મનીષ કારીયા અને તેનો સાગ્રિત સંજય ભંડારી બંનેએ સાથે રહી પૂજન ઇન્ફ્રાસ્ટ્રકચર પેઢીના નામે મુન લાઇટ પ્રોજેકટ અંતર્ગત પ્લોટમાં નવું મકાન બનાવી આપવા પ્લાન બનાવ્યો હતો.બિલ્ડરે બાંધકામ સાઈટના ફોટા , બ્લોક બિલ્ડીંગ પ્લાન ઉપરાંત પેઢીને મળેલ એવોર્ડના ફોટા દર્શાવતું પેમ્પલેટ બનાવ્યું હતું. જેથી જૂનાગઢમાં મધુરમ બાયપાસ પર રહેતા રમાબેન નવનીત રાય મહેતા નામના વૃદ્ધાએ બિલ્ડરનો સંપર્ક કરતા પેમ્પલેટ દર્શાવી આલિશાન મકાન બનાવવા મહિલાને વિશ્વાસમાં લીધા હતા. જેથી મહિલાએ બ્લોક નંબર એ ૧ અને એ ૨ ના પ્લોટના સોદા પેટે ૩૫ લાખની રકમ આપી હતી.આ ઉપરાંત અન્ય વ્યકિતઓ પાસેથી પણ વિશ્વાસ કેળવી બિલ્ડર મનીષ કારીયા અને સંજય ભંડારીએ રકમ મેળવી હતી. આઠ માસ પૂર્વે થયેલા બનાવ મામલે મહિલા સહિતના અન્ય ગ્રાહકોએ પ્લોટ મામલે બિલ્ડરનો સંપર્ક કરતા ચોબારી રોડ પર આવેલ પૂજન સ્ટ્રકચર ની પેઢીને બધં કરી બિલ્ડર અને તેનો સાગરીત રફુ ચક્કર થઈ ગયો હતો.
બે બ્લોક નોંધાવનાર મહિલા ફરિયાદ માટે આગળ આવી
મહિલા રમાબેન મહેતાએ બિલ્ડરનો સંપર્ક કરતા ફોન પણ બધં આવી રહ્યો છે. જેથી આલીશાન બંગલો બનાવવા લોભામણી સ્કીમ મૂકી મહિલા સહિત ગ્રાહકો ના .૨.૪૩ કરોડની રકમ ઓળ્વી નાસી જનાર બિલ્ડર અને તેના સાગ્રિત સામે વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ હત્પંબલે હાથ ધરી છે. સમગ્ર છેતરપિંડી ના બનાવમાં હજુ પણ અનેક લોકો છેતરાયા હોવાની સંભાવના સેવાઈ રહી છે અને આંકડો વધવાની પણ ભીતિ હોવાથી પોલીસ દ્રારા ઐંડાણપૂર્વકની તપાસ અને બિલ્ડર ની સાઇટ અને વિગત મેળવવાની તજવીજ હાથ ધરી છે.
જૂનાગઢમાં આવા અનેક પ્રોજેકટ હોવાની શકયતા
જુનાગઢ શહેરમાં બિલ્ડર દ્રારા લોભામણી સ્કીમ અને પ્રોજેકટ મૂકવામાં આવી રહ્યા છે.કાગળ પર આલિશાન બંગલો બનાવવાના નામે લોભામણી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ નકશા મુજબ બાંધકામ થતું નથી જેથી તત્રં વિવિધ દિશાઓમાં તપાસ કરે તો હજુ પણ અનેક બિલ્ડરો હડફેટે ચડે તેવી આશંકા સેવાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMસોમનાથ બાયપાસ સર્કલ અને શિવ પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગ
December 22, 2024 02:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech