લોકો પાગલ હોય છે, હાથમાં બ્લેડ ફસાવીને હાથ મિલાવે : પોતાની સાથે બનેલી ઘટના અક્ષય કુમારે શેર કરી

  • April 08, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે તેના ચાહકનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો શેર કર્યો હતો જેને સાંભળીને ટાઈગર પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

બોલિવૂડના ખેલાડીઓ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ને લઈને ચર્ચામાં છે. અક્ષય અને ટાઈગરની આ એક્શન-થ્રિલર ફિલ્મ 10 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે અને આ દિવસોમાં બંને સ્ટાર્સ બડે મિયાં છોટે મિયાંના પ્રમોશનમાં વ્યસ્ત છે. 


સાથે જ એ પણ જાણીતું છે કે અક્ષય અને ટાઈગર ઘણી રીલ્સ દ્વારા સાથે ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફનો એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના ચાહકોનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો શેર કર્યો હતો.

એક વાતચીત દરમિયાન જ્યારે અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે તેના જીવનમાંથી એક ફેન ઇન્ટરેક્શનનો એવો કિસ્સો જણાવે જેને તેઓ આજ સુધી ભૂલી શક્ય નથી. તો આ વિશે અક્ષય કુમારે કહ્યું, 'એકવાર હું ચાહકોની ભીડમાં ફેન સાથે સતત હાથ મિલાવી રહ્યો હતો ત્યારે મેં જોયું કે મારા હાથમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. તેમાંથી કોઈ એક ચાહકે તેના હાથના નખમાં બ્લેડ ફસાવીને રાખી હતી અને તેની મદદથી હાથમાં કટ માર્યો હતો. 

ફિલ્મ વિશે વાત કરીએ તો અલી અબ્બાસ ઝફર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, અને વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ, જેકી ભગનાની, હિમાંશુ કિશન મહેરા, અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્મિત, બડે મિયાં છોટે મિયાં' 2024ની ઈદના અવસરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિંહા, અલાયા એફ, માનુષી છિલ્લર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application