ગંદકીનો ઇ મેમો નહીં ભરો તો દંડની રકમ વેરા બિલમાં ઉમેરાશે

  • March 01, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ દ્રારા તાજેતરમાં એક અભૂતપૂર્વ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં શહેરના રાજમાર્ગેા પર જાહેરમાં પાન–ફાકી થૂંકીને ગંદકી ફેલાવતા વાહન ચાલકો તેમજ અન્ય વિવિધ પ્રકારે ગંદકી ફેલાવતા નાગરિકોને સીસીટીવી કેમેરામાં કેદ કર્યા બાદ તેમના રહેણાંક સરનામે ઇ મેમો મોકલવામાં આવે છે તેમ છતાં અનેક નાગરિકો સમય મર્યાદાની મુદ્દત વિતી ગયા બાદ મહિનાઓ સુધી અને અમુક કિસ્સાઓમાં તો વર્ષેા સુધી મહાપાલિકાના ઇ મેમોને ગંભીરતાથી લેતા નથી કે દંડની રકમ ભરપાઇ કરવા માટે આવતા નથી આથી હવેથી કોઈપણ પ્રકારે જાહેરમાં ગંદકી કરવા બદલ ફટકારવામાં આવેલા દંડની રકમ જો નિર્ધારિત સમય મર્યાદામાં ભરપાઈ કરવામાં નહીં આવે તો હવેથી દંડની રકમ જે તે વ્યકિતના મિલકતવેરા બિલમાં ઉમેરી વસૂલ કરાશે.

મ્યુનિ.કમિશનર આનદં પટેલએ વધુમાં જણાવ્યું હતું કે ઉપરોકત મુજબની કાર્યવાહી વહેલી તકે શ કરી શકાય તે માટે નવો સોટવેર તૈયાર કરવા ઇડીપી બ્રાન્ચને સુચના આપવામાં આવી છે અને તેની કામગીરી શ થઇ ગઇ છે. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલા નવા દર મુજબ ફકત જાહેરમાર્ગેા ઉપર પાન–ફાકી થુંકીને ગંદકી ફેલાવનારાઓ જ નહીં પરંતુ તમામ પ્રકારે ગંદકી ફેલાવનારાઓ જેમાં જાહેરમાં હેંઠવાડ ફેંકીને ગંદકી ફેલાવનાર હોય કે કન્સ્ટ્રકશન અને ડિમોલિશન વેસ્ટનો જાહેરમાં નિકાલ કરીને ગંદકી ફેલાવનાર હોય અથવા તો મંજૂરી વિના બોર્ડ બેનર લગાવી ગંદકી સર્જનાર હોય આ તમામ પાસેથી ઈ મેમો અનુસારની વસૂલવાપાત્ર થતી દંડની રકમ તેમના મિલકત વેરા બિલમાં ઉમેરી દેવામાં આવશે અને વેરાની સાથે વસૂલ કરવામાં આવશે.

દરમિયાન ગંદકી બદલનો દડં વસૂલવાની કામગીરી કરતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તેમજ ઉપરોકત મુજબનો નવો સોટવેર તૈયાર કરવાની કામગીરી કરી રહેલી ઇડીપી બ્રાન્ચના અધિકારીઓ અને ઇજનેરો સાથે આ અંગે ઉંડાણપૂર્વક વિસ્તૃત ચર્ચા કરતા તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એવું સંભવ છે કે પ્રારંભિક તબક્કે થોડી મુશ્કેલીઓ પડશે પરંતુ જેમ પ્રશ્નો ઉપસ્થિત થશે તેમ નવા સોટવેરમાં ફેરફારો કરીને અપગ્રેડેશન કરવામાં આવતું રહેશે. કયારેક એવું બનવું પણ સંભવ છે કે કોઇનું વાહન લઇને અન્ય કોઇ નાગરિક નીકળ્યા હોય અને તેમણે ગંદકી ફેલાવી હોય તો તે ગંદકી ફેલાવવા બદલનો ઇ મેમો જેમનું વાહન હોય તેમના ઘરે પહોંચશે અને જો તેઓ ઇ મેમો મુજબનો દડં નહીં ભરે તો તેમના મિલકતવેરા બિલમાં આ રકમ ઉમેરાશે મતલબ કે પાડાના વાગે પખાલીને ડામ જેવી સ્થિતિ થશે અને સૂકા પાછળ લીલું પણ બળશે. અલબત્ત આ સ્થિતિ નિવારવા માટે ટ્રાયલ એન્ડ એરર ના ધોરણે અમલ કરીને તબક્કાવાર સુધારણા કરાતી રહેશે અને ફેરફારોને અવકાશ રહે તેવી સિસ્ટમ બનાવશે તેમ સ્ટાફના વર્તુળોએ જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે દડં એ વેરો નથી આથી વેરા બિલમાં ઉમેરી શકાય કે કેમ તે અંગે ટેકનિકલ તેમજ લીગલ પ્રશ્નો ઉપસ્થિત થવાને અવકાશ રહે છે જોકે મહાપાલિકા તંત્રનો ઉમદા આશય હોય આ નવી સિસ્ટમ આગામી નાણાકીય વર્ષથી મતલબ કે એપ્રિલ મહિનાથી અમલી બનાવવા તૈયારીઓ ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે હજુ આ બાબતે સૈદ્ધાંતિક નિર્ણય જ કરાયો છે ટૂંક સમયમાં આ હત્પકમ અન્વયેની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કરાશે ત્યારબાદ તેની અમલવારી થઈ શકે છે.

મહત્વપૂર્ણ છે કે છેલ્લા એકાદ વર્ષથી જાહેરમાં થુંકનાર તેમજ અન્ય પ્રકારે ગંદકી ફેલાવનારને પકડી પાડવા માટે આઇ વે પ્રોજેકટના ૧૦૦૦ જેટલા સીસીટીવી કેમેરા મારફતે સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે અને ગંદકી ફેલાવનારના ઘરે ઇ મેમો મોકલવાની કાર્યવાહી લગાતાર ચાલુ છે પરંતુ હાલ સુધીમાં જેટલા ઇ મેમો રિસીવ કરવામાં આવ્યા છે તેમાંથી ૧૦ ટકા મેમો ધારકો પણ દંડની રકમ ભરવા આવ્યા નથી જેના લીધે મહાપાલિકા તંત્રને તેમના ઘર સુધી ઉઘરાણી કરવા જવાની ફરજ પડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application