ફુલડોલ ઉત્સવમાં હાજરી આપવા માટે દ્વારકા તરફ પદયાત્રીઓનો જંગી પ્રવાહ

  • March 21, 2024 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફૂલડોલ મહોત્સવ ઉજવવા કૃષ્ણભક્તોનો માનવ મહેરામણ સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પદયાત્રા કરીને દ્વારકા તરફ જઇ રહ્યા છે ત્યારે પડધરીથી લઇને ચરકલા સુધી સેવાકીય કેમ્પો ધમધમી રહ્યા છે, તમામ પદયાત્રીઓને નાસ્તો, ચા-પાણી, મેડીકલ સેવા, કોલ્ડ્રીંક્સ, ફ્રુટ, ભોજન સહિતની વસ્તુઓ આપવામાં આવે છે, દરેક કેમ્પોમાં જય રણછોડ, માખણચોરના નાદ સાથે પદયાત્રીઓ કૃષ્ણની ભક્તિમાં રંગાઇ ગયા છે, દર વર્ષ કરતા આ વર્ષે પદયાત્રીઓની તેમજ ભક્તજનોની સંખ્યા વધારે થવા પામી છે, કારણ કે સુદર્શન બ્રીજ બની જવાથી બેટ દ્વારકા પણ અસંખ્ય કૃષ્ણભક્તો પદયાત્રા અથવા વાહન દ્વારા બેટ દ્વારકા ધૂળેટી પવિત્ર દિવસે કૃષ્ણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application