સિક્કા પાટીયા પાસે રાહદારી મહિલાનું અજ્ઞાત વાહનની ઠોકરે મૃત્યુ

  • December 29, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાશી છુટેલા કારચાલકની શોધખોળ કરતી પોલીસ

સિક્કા પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહેલા મહિલાને ફોરવ્હીલના ચાલકે હડફેટમાં લઈ ચગદી નાખતાં તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા દફિયાબેન અલીમામદભાઈ ભોલીમ નામના ૭૦ વર્ષના બુઝુર્ગ મહિલા કે જેઓ સિક્કા પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા,
જે દરમિયાન પાછળથી આવી રહેલા કોઈ અજાણ્યા ફોરવીલના ચાલકે તેઓને હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા.જેમાં તેઓને હાથ પગ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હોવાથી મૃત્યુ થયુ હતું.
આ બનાવ અંગે સિકકા ખારીવાડી વિસ્તારમાં અબુબકર અબ્બાસભાઈ સુભણીયાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે આજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શ‚ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application