જામનગરમાં સમસ્ત ઉદાણી પરિવાર દ્વારા સિકોતર માતાજીનો પાટોત્સવ

  • December 11, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આગામી તા. ૧૫/૧૨/ર૦૨૪ ને માગસર સુદ પૂનમે સમસ્ત ઉદાણી પરિવાર દ્વારા સિકોતર માતાજીનો ર૧ મો પાટોત્સવ તથા એક દિવસીય માતાજી માંડવા ઉત્સવ ઉજવવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમ સિકોતર ધામ - ન્યુ જેલ રોડ, ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટ સામે, કુંવરબાઇ ધર્મશાળા સામે, જામનગર ખાતે રાખવામાં આવેલ છે. જેમાં તા. 14 ને શનિવારના રોજ વાર્ષિક સામાન્ય સભા સાંજે પ વાગ્યે તથા આરતી 7.30 અને પ્રસાદ સાંજે 8 વાગ્યે રાખેલ છે. તેમજ તા. 1પ ને રવિવારના રોજ સવારે 7.30 વાગ્યાથી મંડપ મુર્હુત તથા માતાજીના વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા સાંજે 7 વાગ્યે સંઘ્યા આરતી બાદ રાત્રે 8.10 કલાકે મહાપ્રસાદ અને 9.4પ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં આવશે, ત્યારબાદ તા. 16 ને સોમવારના રોજ સવારે 7.1પ કલાકે મંગળ દિવો-આરતી તથા માતાજીને વિદાય-પૂર્ણાહૂતિ યોજવામાં આવશે.  કાર્યક્રમમાં સર્વે કમિટી મેમ્બરો દ્વારા કુટુંબીજનોને હાજરી આપવા અનુરોધ કરાયો છે, સમસ્ત ઉદાણી કુટુંબ દેવસ્થાન મંડળના પ્રમુખ નિમેશ ઉદાણી તથા મંત્રી પ્રિયશા ઉદાણી ની અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application