જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત નીપજ્યા હતા. જેને લઈ ભારત સરકાર તાબડતોબ એક્શન મોડમાં આવી પાકિસ્તાન સાથેનો સિંધુ જળસંધિ સ્થગિત કરી દીધો છે. ત્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ લાજવાને બદલે ગાજતા કહ્યું હતું કે, સિંધુ નદીમાં કાં તો પાણી વહેશે કાં તેમનું લોહી વહેશે. આ ધમકીનો ભારતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જબડાતોડ જવાબ આપ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, ભારતે સિંધુ જળસંધિ સ્થગિત કરતા જ બિલાવલ ભુટ્ટો બિલબિલાવી ગયો છે. મેં તેને કહ્યું કે, ભાઈ અમે ધમકીથી ડરતા નથી. તારામાં તાકાત હોય તો આવી જા.
તારામાં તાકાત હોય તો આવી જા
બિલાવલના ઝેર ઓકતા નિવેદન બાદ ગઈકાલે સાંજે સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે બિલાવલને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો. પાટીલે કહ્યું હતું કે, અમે ધમકીઓથી ડરતા નથી. તારામાં તાકાત હોય તો આવી જા.
પહેલગામ હુમલા પછી ભારતે લીધેલાં પગલાંમાં સૌથી મોટો નિર્ણય સિંધુ જળ સમજૂતીને રોકવાનો છે. પાકિસ્તાનની ખેતી, પીવાના પાણી અને વીજળી ઉત્પાદનનો મોટો ભાગ આ પાણી પર આધારિત છે. બંને દેશો વચ્ચે ત્રણ યુદ્ધ થયા છતાં ભારતે આ કરાર જાળવી રાખ્યો. પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ સિંધુ જળ સંધિને રોકવા સહિત 5 મુદ્દાનાં પગલાં અમલમાં મૂક્યાં છે. આ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંદેશ આપવામાં આવ્યો છે કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય કોઈ સંબંધ બનશે તો એમાં આતંકવાદને જરાય પણ સ્થાન નહીં હોય.
ઉલ્લખનીય છે કે, પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ ભારતે અનેક એવા નિર્ણયો લીધા છે કે જેનાથી પાકિસ્તાની નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. તેમાંનો એક નિર્ણય છે સિંધુ જળસંધિને સ્થગિત કરવાનો. આ નિર્ણય બાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ઝેર ઓકતા કહ્યું હતું કે, સિંધુ નદીમાં કાં તો પાકિસ્તાનનું પાણી વહેશે કાં તેમનું લોહી. જેને લઈને સી.આર. પાટીલે પણ વળતો જવાબ આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણનો આરોપી પીપરલામાંથી ઝડપાયો
May 19, 2025 04:24 PMવિદેશીદારૂની ૨૮૨ બોટલ સાથે મહુવાનો ‘નવલોહીયો’ ઝડપાયો, એક શખ્સ ફરાર
May 19, 2025 04:20 PMભુપગઢ ગામના લોકોને રાજકોટ CPને રજૂઆત
May 19, 2025 04:18 PMબંધ ફાટક નીચેથી બાઈક પસાર કરી ગેટમેનની ફરજમાં રુકાવટ કરનાર ત્રણ ઝડપાયા
May 19, 2025 04:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech