પાંચ લાખની લીડનો ટાર્ગેટ પાટીલે ગુપચુપ વધારીને સાતથી આઠ લાખનો કરી દીધા

  • April 01, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની તમામ ૨૬ બેઠક પર પાંચ લાખથી વધુ મતની લીડ મળવી જોઈએ તેવો ટાર્ગેટ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે સેટ કર્યેા છે. થોડા સમય પહેલા તેમણે સમગ્ર રાયના ધારાસભ્યો શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સાથેની મિટિંગમાં પ્રત્યેક વિધાનસભા મત વિસ્તાર દીઠ એક લાખની લીડનો ટાર્ગેટ આપ્યો છે.

ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આવું કેવી રીતે શકય બને?  સાત થી આઠ વિધાનસભા મત વિસ્તારનો એક સંસદીય મતવિસ્તાર બનતો હોય છે અને દરેક સંસદીય મતવિસ્તારમાં સરેરાશ ૨૨ થી ૨૩ લાખ મતદારો હોય છે. મતદાનની સરેરાશ ટકાવારી ૬૦ થી ૬૫ ટકા રહેતી હોય છે. આ બધી આંકડાકીય માહિતી મુજબ ૨૨ લાખ માંથી ૬૦ ટકા મુજબ ૧૨ લાખનું મતદાન થાય અને ભાજપના ઉમેદવારને દસ લાખથી વધુ મત મળે તો પાંચ લાખની લીડનો ટાર્ગેટ સિદ્ધ થાય તેમ છે.

આ અધિકારીએ એવી પણ વાત કરી હતી કે પ્રત્યેક વિધાનસભા મતવિસ્તાર દીઠ એક લાખની લીડની વાત મુજબ તો સાતથી આઠ લાખનો લીડનો ટાર્ગેટ સેટ કરાયો છે. આ વાત સફળ થશે કે કેમ ?એ તો ભવિષ્ય બતાવશે.ખુદ પાટીલ સંસદની ચૂંટણી અને એક વખત લડી ચૂકયા છે અને તેથી આ પ્રકારની આંકડાકીય માહિતીથી તે અજાણ ન હોઈ શકે. વિધાનસભા મતવિસ્તાર દીઠ એક એક લાખની લીડ ની ગણતરી એ ૮,૦૦,૦૦૦ ની લીડ થવી જોઈએ. પાટીલથી આ ભૂલથી બોલાઈ ગયું હશે કે લીડનો ટાર્ગેટ વધારી દેવાયો છે ? તેવા સવાલો ભાજપમાં પુછાય રહ્યા છે. જોકે પાંચ લાખ મતની લીડની વાત હતી ત્યારે પણ ઉપલેટાના ધારાસભ્ય ડોકટર મહેન્દ્રભાઈ પાડલીયાએ 'આ તો સાલુ મુશ્કેલ છે. પાટીલે ટાર્ગેટ આપ્યા પછી ટેન્શન વધી ગયું છે' તેવા ઉચ્ચારણો જાહેરમાં કર્યા હતા અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ પણ થયો હતો. જો કે છેલ્લે મુખ્યમંત્રીની હાજરીમાં મળેલી બેઠકમાં યારે ધારાસભ્યોને લીડ બાબતે કોઈને કાંઈ શંકા છે ?તેવો સવાલ યારે પાટીલે કર્યેા ત્યારે કોઈએ એક હરફસુધા ઉચ્ચાર્યેા ન હતો. આ બાબતે એક ધારાસભ્યને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ શકય જણાતું નથી. પરંતુ જાહેરમાં બોલવાનો કોઈ મતલબ નથી. જે કાંઈ 'સૌનું થશે તે વહત્પનું થશે'.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application