મોરબીના પાટીદાર સમાજને દીકરીઓ વિશે આલફેલ વાણી વિલાસ કરનાર કાજલ હિન્દુસ્તાની સામે ભારે રોષ ફેલાયો હતો. પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાની માફી માગે તેવી માગણી કરી હતી. કાજલ હિન્દુસ્તાનીના આ નિવેદન વિરૂધ્ધ પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી હતી. હવે પાટીદાર સમાજ દ્રારા આવતીકાલે વિશાળ રેલી યોજવાનું નકકી કરવામાં આવ્યું છે.
આવતીકાલે કાજલ હિન્દુસ્તાનીના વાણી વિલાસના વિરોધમાં મોરબી શહેર અને જિલ્લાભરમાંથી પાટીદાર સમાજના લોકો જોડાશે. થોડા દિવસ અગાઉ કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં યોજાયેલી એક સભામાં મોરબીમાં અભ્યાસ કરતી પાટીદાર સમાજની દીકરીઓની સ્વતંત્રતા અને સ્વચ્છંદતા પર આકરી ટીપ્પણી કરી હતી. જેનો પાટીદાર સમાજે વિરોધ ઉઠાવ્યો હતો. કાજલબેન હિન્દુસ્તાની દ્રારા સુરતની સભામાં પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલ ટીપ્પણીથી પાટીદાર સમાજમાં રોષ ભભૂકયો છે અને પાટીદાર સમાજના યુવાનો દ્રારા અગાઉ પોલીસ મથકમાં અરજી કરી ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી હતી તો હવે પાટીદાર સમાજ દ્રારા રેલીનું આયોજન કરાયું છે.
પાટીદાર સમાજ દ્રારા તા. ૩૦ ને શનિવારે સવારે ૧૦ કલાકે સરદાર વલ્લ ભભાઈ પટેલના સ્ટેચ્યુથી રેલીનું આયોજન કરાયું છે જે રેલીમાં મોરબી જીલ્લ ામાં વસતા પાટીદાર સમાજના લોકો જોડાશે જે બાઈક અને કાર રેલી શહેરના મુખ્ય માર્ગેા પર ફરીને સામાકાંઠે કલેકટર કચેરીએ પહોંચશે યાં આવેદનપત્ર પાઠવવામાં આવશે જેમાં કાજલ હિન્દુસ્તાની વિદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતે આઈએમએફમાં પાકની પોલ ખોલી, પરંતુ સભ્ય દેશોને બેલઆઉટ પેકેજ માટે રોકી ન શક્યું
May 10, 2025 10:41 AM3 વર્ષ સુધી યૌન શોષણ કરી, 4 વખત ગર્ભપાત કરાવી ત્યકતાને તરછોડી દીધી
May 10, 2025 10:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech