ગોંડલમાં જાટ યુવકના રહસ્યમય મોતનો મુદ્દો હજી લોકસભામાં ગાજી રહ્યો છે ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગોંડલમાં સગીરને બેરહેમી પૂર્વક મારમારવાની ઘટનામાં પાટીદાર સમાજ મેદાનએ આવ્યો છે. પાટીદાર અગ્રણી રાજુ સખીયાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગોંડલમાં ગુંડાગીરી સામે એક્શન લેવામાં નહીં આવે અને આરોપીઓનું સરઘસ કાઢવામાં નહીં આવે તો કાલે અડધો દિવસ ગોંડલ બંધનું પાટીદાર સમાજ દ્વારા એલાન કરવામાં આવ્યું છે.
આ એક અન્યાય સામેની લડત છે
વધુમાં જણાવ્યું હતું કે, આ એક અન્યાય સામેની લડત છે, આ આરોપીઓએ અનેક ગુના કરે છે, આ બધું બળ ક્યાંથી મળે છે એ સૌને ખબર છે, પાટીદાર સમાજનો રોષ જોઈ પોલીસ પણ એક્શનમાં આવી હતી. સગીરને મારમારનાર મયુરસિંહ દિલીપસિંહ ઝાલા અને તેના ભાઈ દર્શનસિંહને ઝડપી લીધા હતા જયારે ક્રિકેટ કોચ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. જો કે ઝાપડાયેલા બંને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માગણી કરતા કોર્ટે રિમાન્ડ ના મંજુર કરી જેલ હવાલે કર્યા છે.
મારો પ્રાઇવેટ પાર્ટ પકડી ખેંચ્યો હતો
આ ઘટનામાં ગઈકાલે ઝડપાયેલા આરોપી મયુરસિંહ ઝાલાએ બી ડિવિઝન પોલીસમાં બે સગીર સામે વળતી ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું હતું કે, નોંધાવતા પોલીસે બે સગીર સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારાં પત્નીએ મને જણાવેલ કે આપણા દિકરા ને કોઈ બે છોકરાઓ હેરાન કરે છે.પાંચ દિવસ થી ઉદાસ રહે છે અને જમતો પણ નથી.તેના ટીચરનો પણ ફોન આવેલ કે કોઇ છોકરાઓ હેરાન કરતા હોય રડે છે.આથી મે મારા દિકરાને પુછતા તેણે કહેલ કે હું સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાન માં ક્રિકેટ ની પ્રેક્ટીસ પુરી કરી પાંચ વાગ્યે ટ્યુશન માં જતો હતો ત્યારે હાઈસ્કૂલનાં પગથીયા પાસે બંને જણાએ ઉભો રાખી મારો પ્રાઇવેટ પાર્ટ પકડી ખેંચ્યો હતો. અને પ્લાસ્ટીક નો પાઇપ જમણા પગનાં સાથળ પર માર્યો હતો.
મને ધક્કો મારતા હું પડી જતા ગોઠણમાં વાગ્યું હતું
આ વેળાએ મને ધક્કો મારતા હું પડી જતા ગોઠણમાં વાગ્યુ હતુ. ત્યાંથી હું સાયકલ લઈ ભાગીને ટ્યુશનમાં પંહોચ્યો હતો. જ્યા રડતો હોય ટીચરે આપણી ઘરે ફોન કરી જાણ કરી હતી. વધુમાં મારા દિકરાએ કહ્યું હતું કે, કહેલ કે એક મહીનાથી ક્રિકેટ ની પ્રેક્ટિસ કરવા જાઉ ત્યારે ગ્રાઉન્ડ માં ઉભો રાખી બંને સગીર હેરાન કરે છે. મને બાથરૂમ માં લઇ જઇ તેનો પ્રાઇવેટ પાર્ટ બતાવી મારો પ્રાઇવેટ પાર્ટ પકડીને ખેંચે છે. હું ના પાડુ તો મને મારી નાખવાની ધમકી આપી અવારનવાર જાતિય સતામણી કરે છે.મારા ઉપરાંત બીજા બે છોકરાઓ ને પણ હેરાન કરે છે. મારા દિકરાની વિગત જાણી મે તેમાંથી એક સગીરના પિતાને આ અંગે ફરિયાદ કરતા તે ઉગ્ર બની ખરાબ વર્તન કરતા જગડો થયો હતો. પોલીસે મયુરસિંહ ઝાલા ની ફરિયાદ લઇ બંને સગીર સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech