રાજકોટ તાલુકાના સાતડા ગામે રહેતા અને ખેડૂતે રાજકોટમાં રહેતા કૌટુંબિક ભાણેજ પાસેથી મકાન બનાવવા માટે રૂ.5 લાખ વ્યાજે લીધા હતા તેના બદલામાં રૂ.7.48 લાખ ચૂકવી દીધા હોવાછતા ભાણેજ હજુ દોઢ લાખની પઠાણી ઉઘરાણી કરી ઘરે જઇ પૈસાની માંગણી કરી ગાળો આપી હતી.એટલું જ નહીં આપેલા ચેક વટાવવા નાખી પરત કરાવી ચેક રિર્ટનની ફરિયાદ કરી હતી.જેથી આ અંગે અંતે મામાએ ભાણેજ સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ તાલુકાના સાતડા ગામે રહેતા અને ખેડૂત અનુભાઇ દેવાયતભાઇ ચાવડાએ કુવાડવાર રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કૌટુંબિક ભાણેજ સતીષ નાથાભાઇ જાટીયા(રહે. અરીહંત એપાર્ટમેન્ટ જામનગર રોડ,રાજકોટ) નું નામ આપ્યું છે.અનુભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,વર્ષ 2019 માં તેમને મકાન બનાવવા બાબતે પૈસાની જરૂર હોય જેથી તેમણે કૌટુંબિક ભાણેજ સતિષ ઉર્ફે લાલો પાસેથી રૂ.5 લાખ વ્યાજે લીધા હતાં.સાડા ત્રણ ટકા લેખે આ વ્યાજની રકમ લીધી હતી અને તેના બદલામાં સિકયોરીટી પેટે પાંચ ચેક આપ્યા હતાં. બાદમાં ફરિયાદી નિયમીત વ્યાજ ભરતા અને વ્યવસ્થા થતા મુદલ રકમ પણ ચૂકવી હતી.
દરમિયાન ગત તા.24/3/2022 ના તેઓ સતીષના ઘરે ગયા હતા તે સમયે સતીશ એ કહ્યું હતું કે, મારે તમારી પાસેથી હજુ અઢી લાખ લેવાના નીકળે છે જેથી ફરિયાદી એ કહ્યું હતું કે, મેં તમને 4,98,500 આપી દીધા છે હવે મારે તમને માત્ર રૂપિયા 1500 આપવાના નીકળે છે આ સાંભળી સતીષે કહ્યું હતું કે, હું વ્યાજના પૈસા આપવાનો ધંધો કરું છું અને ધંધામાં કોઈ સંબંધ રાખતો નથી તમારે પૈસાની જરૂર હતી અને તમે વ્યાજે લીધા છે તેનું વ્યાજ પણ આપવું જ પડશે. આરોપી ફરિયાદી નો ભાણેજ થતો હોઈ માથાકૂટ કરવા માંગતા ન હોય તેમણે અઢી લાખની રકમ તેને આપી દીધી હતી અને કહ્યું હતું કે, હવે આપણો હિસાબ પૂરો મેં તને પાંચ લાખ અને વ્યાજ પેટે અઢી લાખ રૂપિયા આપ્યા છે હવે તું મારી પાસે કંઈ માંગતો નથી જેથી સતીષે પણ હા પાડી હતી. બાદમાં ફરિયાદીએ તેની પાસેથી ચેક માંગતા ત્રણ ચેક આપ્યા હતા જ્યારે બે ચેક પરત આપ્યા ન હતા આ ચેકની માંગણી કરતા સતીષે કહ્યું હતું કે, કાગળ ભેગા ક્યાંક આડાઅવળા મુકાઈ ગયા છે ચિંતા કરશો નહીં મળશે એટલે હું તમને આપી દઈશ.
થોડા દિવસ પૂર્વે સતીષનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારે મને હજુ દોઢ લાખ આપવાના છે જેથી ફરિયાદી એ કહ્યું હતું કે મેં તને મુદ્દલ તથા વ્યાજ મળી 7.48 લાખ ચૂકવી આપ્યા છે હવે તમે મારી પાસે કોઈ પૈસા માગતા નથી આમ કહેતા સતીષે ફોન કાપી નાખ્યો હતો.બાદમાં અવારનવાર આ દોઢ લાખની ઉઘરાણી કરતો હતો ઘરે આવીને પણ ઉઘરાણી કરતો અને પ્રસંગમાં ભેગો થાય તો ત્યાં પણ આ પૈસાની ઉઘરાણી કરતો હતો.ફરિયાદીને ગાળો આપી કહેતો હતો કે મારા વ્યાજના પૈસા આપી દેજો,નહીંતર સારાવટ નહીં રહે સંબંધ બગડી જશે.
ફરિયાદીના બે ચેક ગત તા.15/2/2023 ના કલીયરીંગ માટે નાખી તા.16/2/2023 ના રિટર્ન થતા કેસ કર્યો હતો.બાદમાં ફરીયાદી અંતે આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કૌટુંબિક ભાણેજ સતીષ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે વ્યાજખોરી અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMઆરટીઓનું દંડવસુલ સપ્તાહ : ૨૮૩ વાહન ચાલકોને ૧૧.૫૬ લાખના મેમો ફટકાર્યા
December 23, 2024 03:44 PMરાજકોટથી એમ.ડી. લઇ જેતપુર જતી બેલડીને ગોંડલ પાસેથી ઝડપી લેવાઈ
December 23, 2024 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech