દરરોજ ૧૨૦૦ બસ અને ૫૦ હજાર મુસાફરોની અવર જવર ધરાવતા ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી બસ પોર્ટમાં હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં મુસાફરોને લઘુશંકા કરવા માટે પબ્લિક યુરિનલમાં જવું હોય તો તેના ચાર્જ પેટે ગેરકાયદેસર રીતે .૧૦ વસુલવાનું ફરી શ કરાતા મુસાફર જનતામાં દેકારો બોલી ગયો છે અને હવે આ મામલે વાહન વ્યવહાર મંત્રી સુધી લેખિત ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઇ છે.
વિશેષમાં રાજકોટ એસટી બસપોર્ટના મુસાફરોએ આજકાલ દૈનિક સમક્ષ વ્યથા વ્યકત કરતા જણાવ્યું હતું કે બે મહિના પૂર્વે પણ બસપોર્ટના પબ્લિક ટોઇલેટ અને યુરિનલના સંચાલનનો કોન્ટ્રાકટ ધરાવનાર દ્રારા ફકત મહિલા મુસાફરો પાસેથી વોશમ જવાના ચાર્જ પેટે .૧૦ પડાવવાનું શ કરાયું હતું, શરમ સંકોચના કારણે કે નીતિ નિયમોની જાણકારીના અભાવે મહિલા મુસાફરો માથાકૂટ કર્યા વિના પૈસા ચૂકવી આપતી હોય કોન્ટ્રાકટરને દોડવા માટે ઢાળ મળી ગયો હતો અને આ પ્રકારે ખુબ પૈસા પડાવ્યા હતા, દરમિયાન અમુક જાગૃત મુસાફરોએ સ્થાનિકથી લઇને ઉચ્ચ કક્ષા સુધી લેખિત ફરિયાદ કરતા તંત્રવાહકોને ઇચ્છાએ કે અનિચ્છાએ જાગૃત થઇ પગલાં લેવા પડા હતા અને આ ગેરકાનૂની વસુલાત બધં કરાઇ હતી.
દરમિયાન તાજેતરમાં હવે શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી વચ્ચે વિઝીટર્સની સંખ્યા વધતા ફરી કોન્ટ્રાકટરે લઘુશંકા જવાના પેટે લેડીઝ અને જેન્ટસ બન્ને યુરિનલ બહાર ટેબલ મૂકીને વોશમ જવાના .૧૦ વસુલવાનું શ કરતાં ભારે હોબાળો મચી ગયો છે. જો હવે ડેપો મેનેજર અને વિભાગીય નિયામક આ પ્રવૃત્તિ બધં નહીં કરાવે તો અધિકારીઓ અને કોન્ટ્રાકટર સહિત તમામને આ મામલે કોર્ટમાં ઢસડી જવા તૈયારી શ કરાઇ હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું
રૂા.૧૦ નહીં આપવા માથાકૂટ કરે તો બસ ચૂકાય જાય
રાજકોટ એસટી બસ પોર્ટના મુસાફરોએ તેમની વ્યથા વ્યકત કરતા જણાવ્યું હતું કે જો તેઓ .૧૦ નહીં ચૂકવવા માટે આનાકાની કરે તો કોન્ટ્રાકટરનો સ્ટાફ ઉગ્ર બોલાચાલી કરી માથાકૂટ કરવા લાગે છે, આવા સંજોગોમાં જો મુસાફરો માથાકૂટ કરે તો બસ ચુકાય જાય છે આથી મુસાફરો .૧૦ ચુકવીને ચાલતી પકડે છે અને કોન્ટ્રાકટરને કાળી કમાણીની આવક ચાલુ રહે છે. આ મામલે ડેપો મેનેજરને ફરિયાદ કરાય છે અને ડેપો મેનેજર આવું નહીં કરવા સૂચના પણ આપે છે પરંતુ કોન્ટ્રાકટરનો સ્ટાફ ડેપો મેનેજરને ગાંઠતો નથી. હવે તો કલાસ વન ઓફિસર એવા વિભાગીય નિયામકના આદેશને પણ ઘોળીને પી જાય છે.
કોન્ટ્રાકટરને એટલી કાળી કમાણી કે દડં ભરવો પોસાય
રાજકોટ એસટી બસપોર્ટમાં વોશમ જવાના ચાર્જ પેટે .૧૦ વસુલવાથી કોન્ટ્રાકટરને એટલી કમાણી થાય છે કે યારે તંત્રવાહકો તેને નોટિસ ફટકારી દડં કરે તો તેને તે દંડની રકમ ભરવી પોસાય છે. દરરોજ ૫૦,૦૦૦ મુસાફરોની અવરજવર થાય છે, તેના ફકત એક ટકા મતલબ કે ૫૦૦ મુસાફરો વોશ મ જાય તો પણ કોન્ટ્રાકટરને .૫૦૦૦ની કાળી કમાણી થાય છે અને તે મુજબની ગણતરીએ મહિને .૧,૫૦,૦૦૦ની આવક થાય છે. યારે ફરિયાદો થાય ત્યારે તત્રં ફકત નોટિસ આપી .૧૦,૦૦૦નો દડં ફટકારે છે. આથી કોન્ટ્રાકટર દંડની આ રકમ રાજીખુશીથી ચુકવી ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલુ રાખે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech