વ્યક્તિ કરતાં પક્ષ અને પક્ષ કરતાં દેશ મહાન, એ ભાજપની વિચારધારા છે તેમ ભાજપ અગ્રણી ધવલ દવેએ ભાવનગર ખાતેની બેઠકમાં જણાવ્યું તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસથી ભાજપ દ્વારા સેવા પખવાડિયું ઉજવાનાર હોવાની વિગતો કાર્યકર્તાઓને આપી હતી.
ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણાનાં અધ્યક્ષ સ્થાને આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ મંગળવાર ૧૭ સપ્ટેમ્બરથી સેવા પખવાડિયું ઉજવાનાર હોવાની વિગતો કાર્યકર્તાઓને આપવામાં આવી અને તેઓએ સદસ્યતા નોંધણી માટે પણ સક્રિય રહેવા અનુરોધ કર્યો હતો.
સેવા પખવાડિયા સંદર્ભે રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવેએ તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર દરમિયાન થનાર આયોજન અંગે વાત કરી. તેઓએ વ્યક્તિ કરતાં પક્ષ અને પક્ષ કરતાં દેશ મહાન, એ ભાજપની વિચારધારા છે તેમ જણાવી આ પખવાડિયા દરમિયાન તબક્કાવાર રક્તદાન, મહિલા આરોગ્ય શિબિર, સ્વચ્છતા અભિયાન, રમત ગમત પ્રતિભા સન્માન સાથે પ્રદર્શની તેમજ કળા સ્પર્ધાઓનાં ઉપક્રમ માટે વાત કરી, તેમાં સક્રિયતા સાથે સામાજિક જવાબદારી રહ્યાનું જણાવ્યું. આ સાથે જ પંડિત દીનદયાળ વંદના, મહાત્મા ગાંધી વંદના વગેરે આયોજનો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સેવા પખવાડિયા સંદર્ભે ભાવનગરમાં યોજાયેલ બેઠકમાં પ્રારંભે સંયોજક રાજેશભાઈ ફાળકીએ સ્વાગત ઉદ્બોધન કર્યું, જ્યારે આભારવિધિ સહસંયોજક અભેશંગભાઈ પરમારે કરી હતી. સહ સંયોજકો ચેતનસિંહ સરવૈયા તથા મનહરભાઈ બલદાણિયા, શ્રદ્ધાબેન લંગાળિયા વગેરે સાથે પ્રચાર સહ સંયોજક મૂકેશ પંડિત અને અલગ અલગ મોરચાનાં હોદ્દેદાર કાર્યકર્તાઓ આયોજન ચર્ચામાં જોડાયાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech