પાર્ટી સંકલન ન મળી, સ્ટેન્ડિંગ મળી, દરખાસ્તો પેન્ડિંગ

  • May 24, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણીની અભૂતપૂર્વ ૮૨ દિવસ લાંબી આદર્શ આચારસંહિતાની અમલવારી વચ્ચે આજે રાજકોટ મહાપાલિકામાં ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં તમામ ૨૧ દરખાસ્તો સતત ત્રીજી વખત પેન્ડિંગ રહી હતી. આચાર સંહિતાને કારણે કોઇ દરખાસ્ત અંગે નિર્ણય થનાર ન હોય સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્વે તમામ કોર્પેારેટરની ઉપસ્થિતિમાં મળતી પાર્ટી સંકલન મિટિંગ પણ મળી ન હતી. અલબત્ત લોકસભા ચૂંટણીનો થાક ઉતારવા ગયેલા મોટા ભાગના કોર્પેારેટરો હજુ પણ પ્રવાસમાં જ છે.

માર્ચ માસના બીજા પખવાડિયાથી અમલી બનેલી આચાર સંહિતા ત્રીજી વખત સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાઇ જેમાં તમામ દરખાસ્તો પેન્ડિંગ રહી છે ત્યારે હવે તા.૭ જુનના આચારસંહિતા પૂર્ણ થયા બાદ જ રાબેતા મુજબ કામગીરીનો ધમધમાટ શ થશે. પેન્ડિંગ દરખાસ્તો તેમજ નવા વિકાસકામોની દરખાસ્તોના નિકાલ માટે આગામી જૂન મહિનામાં દર સાહે મિટિંગ યોજાશે તેમ ચેરમેનએ જણાવ્યું હતું.

મોટા ભાગના કોર્પેારેટરો હજુ આઉટ ઓફ સિટી હોય પાર્ટી સંકલન બેઠક મળી ન હતી પરંતુ તાજેતરમાં જ કાશ્મીરના પ્રવાસેથી પરત ફરેલા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી સહિતના હોદ્દેદારો બે મહિના બાદ આજે મહાપાલિકા કચેરીમાં આવ્યા હતા

સ્ટેન્ડિંગમાં આ ૨૧ દરખાસ્ત બે મહિનાથી પેન્ડિંગ

(૧) ફાયર બ્રિગેડની કામગીરીના રિપોર્ટ ધ્યાને લેવા
(૨) વોર્ડ કમિટીના ઠરાવો ધ્યાને લેવા
(૩) વોર્ડ નં.૮, ૧૧ અને ૧૩મા વોટર મીટરના ઓપરેશન, મેઇન્ટેનન્સ, રીડીંગ, બીલીંગ કોન્ટ્રાકટ આપવા
(૪) વોર્ડ નં.૧૫માં વૃક્ષારોપણ માટે પાણીની લાઇનનું નેટવર્ક કરવા
(૫) વોર્ડ નં.૧૮માં સોલવન્ટની શેરીઓમાં પેવિંગ બ્લોક નાખવા
(૬) બિન ઉપયોગી વાહનોના ઓકશનથી થયેલ ઉપજની જાણમાં લેવા
(૭) એર કન્ડીશનર્સ અને વોટરકુલર્સની સર્વિસ, રીપેરીંગ અને ખરીદીનો કોન્ટ્રાકટ કરવા
(૮) મોટા મવા ઇલેકટ્રીક સ્મશાનને ગેસ સ્મશાનમાં પાંતરિત કરવા
(૯) વોર્ડ નં.૧૮માં ટી.પી.૧૨માં આવેલ ૨૦ મી.રોડ તથા ૨૪ મી.રોડ ડેવલપ કરવા
(૧૦) પ્લેનેટેરિયમના કોમ્પ્યુટર વિભાગનું સંચાલન અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટને સોંપવા
(૧૧) મોબાઇલ ટોઇલેટ રીપેરીંગનો કોન્ટ્રાકટ કરવા
(૧૨) સ્વીમીંગ પુલના ઓપરેશન–મેઇન્ટેનન્સનો નિર્ણય લેવા
(૧૩) વાર્ષિક ઝોનલ વાલ્વ ઓપરેટીંગનો કોન્ટ્રાકટ આપવા
(૧૪) વોર્ડ નં.૧૮માં ટી.પી.૧૨માં આવેલ ૨૦ મી. તથા ૨૪ મી.રોડ ડામર કાર્પેટ કરવા
(૧૫) વોર્ડ નં.૧૮માં ડ્રેનેજ લાઇન નાખવા
(૧૬) વોર્ડ નં.૧૧માં મોટામવાને લાગુ વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન નાખવા
(૧૭) બે મોબાઈલ ડિસ્પેન્સરીના સામાજિક સંસ્થાને સોંપેલ સંચાલનની મુદત વધારવા
(૧૮) નવરગં ચેરિટેબલ ટ્રસ્ટને ક્રિકેટ એકેડેમી માટે જગ્યા ફાળવવા
(૧૯) વોટર વર્કસ શાખાના પેટ્રોલરને દય રોગની સારવાર માટે આર્થિક તબીબી સહાય આપવા
(૨૦) ટેકસ બ્રાન્ચના કલાર્કને પથરીના ઓપરેશન માટે આર્થિક તબીબી સહાય આપવા
(૨૧) ત્રિમાસિક ઓડિટ રિપોર્ટ વંચાણે લેવલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application