સવારે ઠંડી અને બપોરે ગરમી મિશ્ર વાતારવણ અનુભવતા નગરજનો
સમગ્ર હાલારમાં છેલ્લા બે દિવસની ઠંડી બાદ આજે આંશીક ઘટાડો જોવા મળ્યો હતો. કલેકટર કચેરીના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 15.5 ડીગ્રી નોંધાયુ હતું, રવિ-સોમ કરતા આજે ઠંડીનું પ્રમાણ ઘટયુ હતું અને મહત્તમ 27.6 ડીગ્રી નોંધાયું છે, ભેજનું પ્રમાણ 60 ટકા અને પવનની ગતિ 20 થી 25 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી છે.
નગરજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, સવારે ઠંડી, બપોરે ગરમી જેવા મિશ્ર વાતાવરણ અનુભવી રહયા છે. બપોરે 11 થી 5 દરમ્યાન ગરમીનું વાતારવણ જોવા મળે છે, લોકોએ પંખા, એસી ઓન કરીને ગરમીથી બચવા પ્રયાસ કયર્િ હતાં. ફાગણ મહીનાનો પગરવ થઇ ગયો હોવા છતા વહેલી સવારે ઠંડીનો માહોલ યથાવત રહેવા પામ્યો છે.
બેવડી ઋતુના કારણે શહેરભરમાં માંદગીનો માહોલ છવાયો છે, ઘરે ઘરે શરદી, ઉધરસ, તાવના કેસો જોવા મળી રહયા છે. કાલાવડ, ધ્રોલ, જોડીયા, ફલ્લા, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર, ભાણવડ તેમજ ગ્રામ્ય પંથકોમાં પણ વાદળીયુ વાતાવરણ અને બેવડી ઋતુના કારણે માંદગીનો માહોલ જોવા મળી રહયો છે જેને લીધે જામનગરની જી.જી. હોસ્પીટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરનાં મોમાઇનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન
January 23, 2025 10:22 AMજામનગરના આસામીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા ચેકની રૂ. ૩,૬૫,૮૦૦ નો દંડ
January 23, 2025 10:20 AMચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા ચેકની મુજબ રકમનો દંડ
January 23, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech