કમોસમી વરસાદના કારણે કેસર કેરીના આશિંક ઘટાડો

  • May 16, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની કેસર કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. કેસરી કેરીના રસિયા આખુ વર્ષ આ ફળને પાકવાની અને તેની લિજ્જત માણવાની આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ આ વર્ષે કેસર કેવીના રસિયા માટે માઠા સમાચાર છે. આ વર્ષે બજારમાં કેરીની આવક પણ ઓછી છે અને માવઠા અને પવનના કારણે કેરી ઝાડ પરથી પડી જતાં કેરીની ખેતી કરતા ખેડૂતોને નુકસાન થયું છે. આવી સ્થિતિમાં કેસર કરીને ભાવ સતત ઉંચકાઇ રહયાં છે. જોકે કમોસમી વરસાદના કારણે કેરીના ભાવમાં આંશિક ઘટાડો થયો છે.


કમોસમી વરસાદથી કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો છે. હોલસેલ બજારમાં 10 કિલો કેસર કેરીની પેટીના ભાવ ઘટીને 800એ પહોંચ્યો. જોકે છુટકમાં હજુ પણ કેસર કેરીના બોક્સનોભાવ 1200થી 1600 રૂપિયા વેચાઇ રહી છે.

અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો કેસર કેરીના ભાવમાં 20 કિલોએ 200 રૂપિયાનો વધારો અને હાફૂસ કેરીમાં 400 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. દસ કિલોના બોક્સનો રિટેલ ભાવ 1200થી 1300 રૂપિયા બોલાઇ રહ્યો  છે.તાલાલાની જેમ અમરેલીમાં પણ આંબાના બાગ વધુ હોવાથી કેરીનું સારું ઉત્પાદન થાય છે. જો કે ખેડૂતોના મતે આ વખતે ઠંડી આંબાના મોરને બરાબર ન મળતા તેની સીધી અસર પાક પર થઇ છે. આ વખતે કેસરી કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી અને ઉપરથી કમોસમી વરસાદ પડતાં ભાવ પહેલાથી ઊંતા બોલાઇ રહ્યાં છે.                                                                             



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application