ઝનાના હોસ્પિટલમાં પહેલા માળે આવેલા આઈસીયુ સાઈડના બેઝમેન્ટની સીલિંગ ભૂ સ્ખલન થતું હોઈ એ રીતે નીચે પડી ભાગતા ફરજ પરના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાથી કોઈ જાનહાનીનો બનાવ બન્યો ન હતો. સિલિગ પડતા તેની સાથેની લાઇટિંગનું વાયરિંગ પણ નીકળી પડું હતું, લાઈટો બધં થઇ જવા પામી હતી, સિલિંગનો કેટલોક ભાગ દરવાજા ઉપર પડતા દરવાજાનો કાચ પણ ધડામ સાથે તૂટો હતો. વાયરિંગ નીકળી જવાથી કોઈ શોર્ટ સર્કિટ ન થાય તે માટે તાકીદે ઈલેકટ્રીશિયનને બોલાવી સમારકામ કરવામાં આવ્યું હતું. આમ ઘણુંખં નુકશાન થવા પામ્યું હતું. જો કે આવું સામાન્ય કહીને કેટલીક હોસ્પિટલનો સ્ટાફ સહિતનાઓ બાબતોને સંતાડવા માટેના ભરપૂર પ્રયાસ કરવામાં આવે છે. અને આવા બનાવ મીડિયા સમક્ષ પણ ન આવે એ માટે સરહદી સુરક્ષા જેવી સિકયોરિટી પણ તૈનાત કરવામાં આવી છે.
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ સંલ એમસીએચ બ્લોક (ઝનાના હોસ્પિટલ)નું લોકાર્પણ થયાના દિવસોમાં જ દીવાલોમાં તિરાડો પડવી, છતમાંથી પોપડા ખરવા, લીકેજ સહિતના પ્રશ્નો ઉભા થતા નબળું બાંધકામ હોવાનું છતું થયું હતું તેની સાથે સાથે દરવાજા, ગેંડીઓ, કબોટ તૂટવા લાગતા ફર્નિચર પણ નબળી ગુણવત્તાનું કરવામાં આવ્યું હોવાનું ખુલ્લું પડું હતું. આવી કેટલીક ક્ષતિઓ જોતા ૧૦૦ કરોડથી વધુના ખર્ચે બનેલી પ્રસૂતા અને બાળકો માટેની હોસ્પિટલમાં કોન્ટ્રકટ એજન્સી, પીઆઈયુ અને મળતિયાઓ દ્રારા મોટી મલાઈ તારવી ભ્રષ્ટ્રાચાર આચવામાં આવ્યો હોવાનું ફલિત થઇ રહયું છે.
પીઆઈયુ વિભાગ એજન્સીને નોટિસ આપે અને એજન્સી મહિનાઓ સુધી જવાબ ન આપે આવી કાગળ પરની ખો રમવા સિવાય કાંઈ કરવામાં ન આવતું હોવાની પણ વ્યાપક ફરિયાદો હોસ્પિટલ તંત્રમાં ઉઠી છે. આવતા સમયમાં ઝનાના હોસ્પિટલના લોકાર્પણ થયાને એક વર્ષ થઇ જશે એમ છતાં લિટ, પીવાનું પાણી, ડ્રેનેજ સહિતની નાની મોટી તકલીફો જેમની તેમ જ છે. માતૃ અને શિશુના સ્વાસ્થ્યની ચિંતા કરતી સરકાર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઝનાના હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે આવે ત્યારે મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટકચરની સાચી વાસ્તવિકતા સામે આવી શકે છે
કોન્ટ્રાકટ એજન્સીને કોઈની બીક ન હોવાનું ફલિત થયું
અચરજ ની વાત તો એ છે કે, જે હોસ્પિટલનું વડાપ્રધાન મોદીએ ઈ–લોકાર્પણ કયુ એજ હોસ્પિટલમાં નબળી કક્ષાનું કામ કરવાની હિંમત કોન્ટ્રાકટર અને પીઆઈયુ વિભાગ દ્રારા કરવામાં આવે તો પછી કોઈને કોઈની બીક રહી નથી એ સ્પષ્ટ્ર પણે સાબિત થઇ રહ્યું છે. વધુમાં લોકો અને હોસ્પિટલના તબીબ અને સ્ટાફને આશ્ચર્ય એ વાતનો પણ થઇ રહયો છે કે, નબળી ગુણવત્તાનું કામ હોવાના અનેક પુરાવા મીડિયા દ્રારા ઉજાગર કરવા ઉપરાંત હોસ્પિટલ તત્રં પાસેથી મંગાયેલા કેટલીક વિગતમાં પણ ક્ષતિઓ હોવાનું જણાવ્યું હોવા છતાં વડાપ્રધાન મોદીનો હર એક આદેશ માનતા રાયના આરોગ્ય મંત્રી અને તેના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્રારા કોન્ટ્રાકટ એજન્સી અને જેની દેખરેખ હેઠળ કામ કરવામાં આવ્યું એ પીઆઈયુ વિભાગ સામે આંગળી ચીંધવા ભારની કાર્યવાહી પણ કરવામાં આવી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech