યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ આરકે ચૌધરીએ સંસદમાં લગાવેલા સેંગોલ પર સવાલ ઉઠાવ્યા છે અને તેને હટાવવાની માંગ કરી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે સેંગોલ રાજાશાહીનું પ્રતીક છે અને આવી સ્થિતિમાં તેની જગ્યાએ બંધારણ રાખવું જોઈએ.
આરકે ચૌધરીએ લખ્યું કે મેં આ સન્માનિત ગૃહના સભ્ય તરીકે તમારી સમક્ષ શપથ લીધા છે કે હું કાયદા દ્વારા સ્થાપિત ભારતના બંધારણમાં સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ, પરંતુ ગૃહની ખુરશીની જમણી બાજુ સેંગોલને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો.
નવી સંસદ ભવનનું નિમર્ણિ થયા પછી, ચાંદીથી બનેલું અને સોનાથી મઢેલું સેંગોલ, લોકસભાના અધ્યક્ષની ખુરશી પાસે સ્થાપિત કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ 1947માં સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઔપચારિક રાજદંડ (સેંગોલ) અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો અને નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવા માટે તેને દિલ્હી લાવવામાં આવ્યો હતો. સપા નેતા આરકે ચૌધરીએ આરકે ચૌધરીએ પણ લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને કહ્યું કે આપણું બંધારણ ભારતીય લોકશાહીનું પવિત્ર પુસ્તક છે, જ્યારે સેંગોલ રાજાશાહીનું પ્રતીક છે. આપણી સંસદ લોકશાહીનું મંદિર છે, કોઈ રાજા કે રાજવી પરિવારનો મહેલ નથી. તેમણે વધુમાં કહ્યું, હું વિનંતી કરવા માંગુ છું કે સેંગોલને સંસદ ભવનમાંથી હટાવી દેવામાં આવે અને તેની જગ્યાએ ભારતીય બંધારણની વિશાળ નકલ સ્થાપિત કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો... કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ
December 22, 2024 09:59 AMછત્તીસગઢના જગદલપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, મિની ટ્રક પલટી જતાં 5 લોકોનાં મોત, ડઝનેક ઘાયલ.
December 22, 2024 09:10 AMઆ રાશિના જાતકોને ધંધામાં ફાયદો થશે, અંગત સફળતામાં વધારો થશે
December 22, 2024 09:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech