આજે (2 સપ્ટેમ્બર) પેરિસ પેરાલિમ્પિક્સ 2024નો પાંચમો દિવસ છે. આ ગેમ્સના પાંચમા દિવસે પણ ભારતીય પેરા એથ્લેટ્સ ઘણી રમતોમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં યોગેશ કથુનિયાએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું અને પુરુષોની ડિસ્કસ થ્રો એફ56 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. યોગેશે સતત બીજી પેરાલિમ્પિકમાં સિલ્વર જીત્યો છે. આ પહેલા યોગેશે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.
27 વર્ષના યોગેશે તેના પ્રથમ પ્રયાસમાં 42.22 મીટરનો થ્રો કર્યો, જે તેનો શ્રેષ્ઠ પ્રયાસ હતો. આ ઈવેન્ટમાં બ્રાઝિલના બટિસ્ટા ડોસ સેન્ટોસ ક્લડનીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બટિસ્તાએ 46.86ના શ્રેષ્ઠ થ્રો સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી. બટિસ્ટાનો આ થ્રો પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં આ ઈવેન્ટનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. બીજી તરફ ગ્રીસના ત્ઝોનિસ કોન્સ્ટેન્ટિનોસે 41.32 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
યોગેશ કથુનિયાનું પ્રદર્શન:
પ્રથમ થ્રો- 42.22 મીટર
બીજો થ્રો- 41.50 મીટર
ત્રીજો થ્રો- 41.55 મીટર
ચોથો થ્રો- 40.33 મીટર
પાંચમો થ્રો - 40.89 મીટર
છઠ્ઠો થ્રો - 39.68 મીટર
ભારતના મેડલની સંખ્યા 8 પર પહોંચી
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના મેડલની સંખ્યા હવે આઠ પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સૌ પ્રથમ, અવની લેખારાએ શુક્રવાર (30 ઓગસ્ટ)ના રોજ આર 2 મહિલા 10 મીટર એર રાઇફલ (એસએચ1) ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ત્યારબાદ પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને ત્રીજો મેડલ અપાવ્યો હતો. તેણે મહિલાઓની 100 મીટર દોડ (ટી35)માં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ પછી 30 ઓગસ્ટે શૂટર મનીષ નરવાલે ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. તેણે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (એસએચ1)માં સિલ્વર મેડલ જીત્યો. પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ત્રીજા દિવસે 31 ઓગસ્ટના રોજ, મહિલા શૂટર રૂબિના ફ્રાન્સિસે પાંચમો બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
આ પછી રૂબિના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (એસએચ1)માં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે ફાઇનલમાં 211.1 માર્ક્સ મેળવ્યા હતા. ત્યારબાદ 1 ઓગસ્ટના રોજ, પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર દોડ (ટી35)માં બ્રોન્ઝ મેડલ જીત્યો અને નિષાદ કુમારે મેન્સ હાઈ જમ્પ (ટી47)માં સિલ્વર મેડલ જીત્યો. હવે યોગેશે શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો.
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલ વિજેતાઓ
1. અવની લેખારા (શૂટિંગ) – ગોલ્ડ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
2. મોના અગ્રવાલ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
3. પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 100 મીટર રેસ (T35)
4. મનીષ નરવાલ (શૂટિંગ) – સિલ્વર મેડલ, પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)
5. રૂબિના ફ્રાન્સિસ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)
6. પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 200 મીટર રેસ (T35)
7. નિષાદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T47)
8. યોગેશ કથુનિયા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ડિસ્કસ થ્રો (F56)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech