પેરિસ 2024ના આયોજકોએ ગતરોજ ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહમાં લિયોનાર્ડો દા વિન્સીના પ્રખ્યાત ’ધ લાસ્ટ સપર’ પેઈન્ટિંગની નકલ કરનાર ક્રાસ ટેબ્લોથી નારાજ થયેલા કેથોલિક અને અન્ય ખ્રિસ્તીઑની માફી માંગી છે. જેમાં ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યોના તેમના ક્રુસિફિકેશન પહેલાંનું અંતિમ ભોજન લેતા બાઈબલમાં દશર્વિાયેલ ઘટના જેવું હતું, અને તેમાં એક ડ્રેગ ક્વીન, એક ટ્રાન્સજેન્ડર મોડેલ અને નશામાં રહેલા ગાયકને ગ્રીક ગોડ ડાયોનિસસ તરીકે દશર્વિવામાં આવ્યા હતા. આ દૃષ્ટિકોણથી કેથોલિક ચર્ચ અને અમેરિકાના ધાર્મિક લોકો નિરાશ થયા છે.
પેરિસ 2024ના પ્રવક્તા એની ડેસકેમ્પ્સે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોઈપણ ધાર્મિક જૂથ પ્રત્યે અનાદર દશર્વિવાનો સ્પષ્ટપણે કોઈ હેતુ નહોતો. અમે માનીએ છીએ કે આ ભૂલ છે, જેના માટે અમે ખૂબ જ દિલગીર છીએ. ફ્રાંસને તેના સમૃદ્ધ કેથોલિક વારસા પર ગર્વ છે, પરંતુ તેની પાસે બિનસાંપ્રદાયિકતા અને પાદરી વિરોધી ભાવનાની લાંબી પરંપરા પણ છે. નિંદા માત્ર કાયદેસર નથી, પરંતુ ઘણા તેને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો આવશ્યક આધારસ્તંભ પણ માને છે.
ઝાંખીના સમર્થકોએ તેના સમાવિષ્ટતા અને સહનશીલતાના સંદેશની પ્રશંસા કરી. ફ્રાન્સના કેથોલિક ચર્ચે કહ્યું કે તે સમારંભની નિંદા કરે છે જેમાં ખ્રિસ્તી ધર્મની ઉપહાસ અને મજાક ઉડાવતા દ્રશ્યોનો સમાવેશ થાય છે. જર્મનીમાં, પાસાઉના બિશપ, સ્ટેફન ઓસ્ટરે કહ્યું: આશા છે કે શાંતિપૂર્ણ રમતોની સારી શરૂઆત થાય. જો કે, લાસ્ટ સપરનું આવું ચિત્રણ નીચી કક્ષાનું કાર્ય હતું.
કલાત્મક દિગ્દર્શક અને ભવ્ય ઉદઘાટન સમારોહના મુખ્ય સૂત્રધાર થોમસ જોલીએ જણાવ્યું હતું કે ધાર્મિક બાબતો સાથે છેડછાડ કરવાનો તેમનો ઇરાદો ક્યારેય ન હતો. અમે વિવિધતા વિશે વાત કરવા માંગતા હતા. વિવિધતાનો અર્થ છે સાથે રહેવું. અમે દરેકને સામેલ કરવા માગતા હતા, બસ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech