એરપોર્ટ પર મેક્સી ડ્રેસમાં સ્પોટ થઇ પરિણીતિ
એકટ્રેસ પરિણીતી ચોપરા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન બાદ અવાર-નવાર ચર્ચામાં રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે. તાજેતરમાં એક વીડિયોમાં પરિણીતી એરપોર્ટ પર જોવા મળી હતી.પરિણીતી એરપોર્ટ પર તેના ફેન્સ સામે હસતી જોવા મળી હતી. પરિણીતી ટૂંક સમયમાં જ ઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'અમર સિંહ ચમકીલા'માં દિલજીત દોસાંઝ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તે પહેલીવાર દિલજીત સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તાજેતરના વીડિયોમાં પરિણીતી કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેણે બ્લેક કલરનો લૂઝ મેક્સી ડ્રેસ પહેર્યો છે અને ટોપ પર ડેનિમ ક્રોપ જેકેટ પહેર્યું છે.
આંખો પર ડાર્ક ચશ્મા સાથે નો મેકઅપ લુકમાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે. હંમેશાની જેમ તેણે તેના ચાહકોને હાઈ કરીને હાથ હલાવી અભિવાદન કરે છે. જો કે આ વીડિયોમાં પરિણીતીના ફેન્સ તેના લૂકમાં ઘણો બદલાવ જોઈ રહ્યા છે.
આ અંગે ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે
વીડિયો જોઈને ફેન્સ પરિણીતિના લૂકમાં ફેરફાર જોઈ રહ્યા છે. એક પ્રશંસકે કહ્યું કે એવું લાગે છે કે, તે પ્રેગનન્ટ છે. અન્ય ફેન્સ પણ પણ આવી જ કોમેન્ટ્સ કરી રહ્યા છે . જ્યારે કેટલાક લોકોએ લખ્યું કે, પરિણીતી તેના એરપોર્ટ લુકમાં તેની બહેન મન્નારા ચોપરા જેવી લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ-આપ વચ્ચે પડ્યા ફાંટા, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે...
July 04, 2024 02:56 PMઉપલેટા બાદ રાજકોટમાં નોંધાયો કોલેરાનો કેસ, પાણીના લેવાયા નમૂના
July 04, 2024 02:55 PMરાજકોટ સેન્ટ્રલ GST ઓફિસમાં CBIની ટીમના ધામા, એક અધિકારીની પૂછપરછની ચર્ચા
July 04, 2024 02:52 PMહેમંત સોરેન 7મી જુલાઈએ શુભ મુહૂર્તમાં સીએમ તરીકે લેશે શપથ
July 04, 2024 02:46 PMખાંભામાં પીજીવીસીએલના કાર્યપાલક એન્જિનિયરનો યોજાયો વિદાય સમારોહ
July 04, 2024 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech