શહેરમાં સામાન્ય વાતે આપઘાત અને તેના પ્રયાસના બનાવમાં વધારો જોવા મળી રહયો છે, માલધારી ફાટક પાસે એટલાસ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પરિણીતાએ જવલનશીલ પદાર્થ છાંટી સળગી જતા સારવારમાં ખસેડવામાં આવી છે. જયારે ગવરીદળમાં યુવકે ઝેરી દવા અને વાવડીમાં યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યેા છે.
પ્રા વિગત મુજબ મૂળ બિહારના વતની અને માલધારી ફાટક પાસે એટલાસ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પતિ સાથે ઓરડીમાં રહેતી પ્રભાવતી ઉપેન્દ્ર મહંતો (ઉ.વ.૨૧)ની પરિણીતાએ બપોરના સમયે પોતાની જાતે શરીરે ડીઝલ છાંટી દીવાસળી ચાંપી સળગી જતા આસપાસનો ઓરડીમાં રહેતા શ્રમિકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરિણીતાનો પતિ કારખાનામાં મજૂરી કામ કરે છે અને લ થયાને બે વર્ષ જેટલો સમય થયો છે. સંતાનમાં એક પુત્ર છે. પતિના કહેવા મુજબ પત્નીનો તામસી મગજ હોય નાની નાની વાતમાં ઝગડો થતો હોવાથી ગઈકાલે હત્પં કામ પર હતો ત્યારે પગલું ભરી લીધું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગવરીદળમાં યુવકે ઝેરી દવા પીધી
ગવરીદળ ગામે રહેતો અને સીમમાં આવેલી પ્રવીણભાઈ સાવલિયાની વાડી ભાગિયું રાખીને વાવતો દિલીપ કનુભાઈ પરમાર (ઉ.વ.૧૮)નામના યુવકે રાત્રે ૧૧ વાગ્યે વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. દિલીપ બે ભાઈ એક બહેનમાં મોટો અને અપરણિત છે, પરિવારજનએ જણાવ્યું હતું કે, તેનો અવાર નવાર મગજ ભમતો હોય કાલે કયાં કારણોસર પગલું ભયુ એ અંગે અમે જાણતા નથી પોલીસે તપાસ હાથ ધરી છે,
વાવડીમાં યુવકે ફિનાઈલ પીધુ
વાવડીમાં શકિતનગર–૩માં રહેતો અને કારખાનામાં મજૂરી કામ કરતો હિતેશ કિશોરભાઈ ગોહેલ (ઉ.વ.૨૯) નામના યુવકે રાત્રીના બે વાગ્યે જાગીને ફિનાઈલ પી ઉલ્ટીઓ કરવા લાગતા પત્ની જાગી ગઈ હતી અને પોતે ફિનાઈલ પી લીધું હોવાનું કહેતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે પત્ની શીતલબેનને પૂછતાં જણાવ્યું હતું કે, લ થયાને છ વર્ષ જેટલો સમય થયો છે. પતિ અન્ય કોઈ સાથે ફોનમાં વાત કરતા હોય તેને વાત ન કરવા માટે સમજાવવા છતાં માનતા ન હોવાથી મેં ડિવોર્સ આપવાનું કહેતા બંને વચ્ચે ઝગડો થયો હતો અને રાત્રીના સુઈ ગયા બાદ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech