મનપાની ફુડ વિભાગનું પારેવડી ચોક, કુવાડવા રોડ તરફ ખાણીપીણીના ૨૬ ધંધાર્થીને ત્યાં ચેકિંગ

  • September 29, 2023 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના પારેવડી ચોક તથા કુવાડવા રોડ વિસ્તારમાં આવેલ ખાધ ચીજોનું વેચાણ કરતા કુલ ૨૬ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૮ ધંધાર્થીઓની લાયસન્સ બાબતે સૂચના અપવામાં આવેલ. તેમજ ખાધ ચીજોના કુલ ૨૩ નમુનાની સ્થળ પર ચકાસણી કરેલ.ફુડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના પારેવડી ચોક તથા કુવાડવા રોડ વિસ્તારમાં આવેલ નટરાજ પાન–લાયસન્સ મેળવવા બાબતે, જોકર ગાંઠીયા, રાધે નાસ્તા હાઉસ, લકઝરીયસ કોલ્ડ્રીંકસ, અમૃત ડેરી ફાર્મ, ગાયત્રી મદ્રાસ કાફે, ધીરજ ફરસાણ સ્વીટ માર્ટ, હરીઓમ દાળપકવાન તમામને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.


જયારે ચામુંડા સ્વીટ ફરસાણ, ડાયમડં શીંગ એન્ડ ફરસાણ, ખોડિયાર ફરસાણ માર્ટ, મહાલમી ડેરી ફાર્મ, ભેરૂનાથ આઇસ્ક્રીમ એન્ડ ગોલા, મહાદેવ કોલ્ડ્રીંકસ, મોમાઇ કોલ્ડ્રીંકસ, ઢોસા હાઉસ, એસએસ ફુડ મોલ, જોધપુરી નમકીન એન્ડ સ્વીટ, શિવશકિત રેસ્ટોરન્ટ, મધુભાઇ ગોરધનભાઇ ચેવડાવાળા, શકિત વિજય રેસ્ટોરન્ટ, પટેલ વિહાર પરોઠા હાઉસ, કનૈયા રેસ્ટોરન્ટ, અંબિકા રેસ્ટોરન્ટ, ન્યુ સોરઠિયા રેસ્ટોરન્ટ, સ્વાદ રસથાળ ફેમીલી રેસ્ટોરન્ટની ચકાસણી કરવામાં આવેલ.


ત્રણ સ્થળેથી ખાધ ચીજોના નમૂના લેવાયા હતાં જેમાં કોઠારીયા રોડ ન્યુ સર્વેાદય સોસાયટી–૫માં આવેલા શિવશકિત ગૃહ ઉધોગમાંથી મોતીચુર લાડુ, રૈયા રોડ આલાપ ગ્રીન સિટી પાસે તુલસી સુપર માર્કેટ પાસે આવેલા બાલાજી ફરસાણ એન્ડ સ્વીટમાંથી તીખા ગાંઠીયા અને યુનિવર્સિટી રોડ પર મેરીટ કોમ્પ્લેક્ષમાંથી ચિકન મસાલાનો નમૂનો લેવાયો હતો. ગણેશ ઉત્સવ પૂર્ણ થયા બાદ મોતીચુર લાડુનો નમુનો લેવાતા સેમ્પલમાં જે નીકળે તે પરંતુ અત્યાર સુધી અનેક સ્થળે લાડુ વેચાયા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application