લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીનું નામ લગભગ નિશ્ચિત છે. ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડાવવા માટે મનાવવા રાજકોટ શહેર અને જિલ્લાના કોંગ્રેસના ૮૦ જેટલા આગેવાનો ૨૦ જેટલી મોટરમાં આજે સવારે અમરેલી ગયા હતા.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી જિલ્લા પ્રમુખ સંજયભાઈ અજુડીયા રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને જામનગરના દિપેન્દ્રસિંહ જાડેજા જશવંતસિંહ ભટ્ટી મેઘજીભાઈ રાઠોડ લલીતભાઈ કગથરા દિલીપભાઈ આસવાણી ગોપાલભાઈ મકવાણા તુષારભાઈ નંદાણી અજીતભાઈ વાંક હિતેન્દ્રભાઈ રૈયાણી નયનાબા જાડેજા મુકુંદભાઈ ટાંક કેતનભાઇ તાળા અશોકસિંહ વાઘેલા તેજસ ટોપીયા મયુરસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો બપોરે અમરેલી ખાતે પરેશભાઈ ધાનાણી ને મળ્યા હતા અને રાજકોટમાંથી ચૂંટણી લડવાનો આગ્રહ કર્યેા હતો. આગેવાનોના આગ્રહને માન આપી પોતે રાજકોટથી ચૂંટણી લડવા માટે તૈયાર છે તેવી ખાતરી પરેશભાઈ ધાનાણીએ આપી જણાવ્યું હતું કે હત્પં રાજકોટમાં જો પક્ષ આદેશ આપશે તો લડીશ અને પાલાના અભિમાનને હરાવવા તૈયાર છું.
અમરેલીમાં બનેલા આ ઘટનાક્રમ બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ અજુડીયા એ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને રિપોર્ટ સોંપી દીધો છે. હવે પ્રદેશ કક્ષાએથી અથવા તો દિલ્હીથી ધાનાણીના નામની સત્તાવાર જાહેરાત થાય તેની રાહ જોવાય રહી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલની સૂચના મુજબ રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનોની ટીમ અમરેલી ગઈ હોવાથી ધાનાણીનું ટિકિટ મળવાનું અને રાજકોટથી ચૂંટણી લડવાનું લગભગ નિશ્ચિત છે
આયાતી ઉમેદવારનો છેદ ઉડી ગયો
રાજકોટમાં પરસોત્તમ પાલાને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારે આયાતી ઉમેદવારનો થોડો ઘણો ચણભણાટ ખાનગી ખુણે સંભળાતો હતો પરંતુ કોંગ્રેસે પણ અમરેલીમાંથી જ ઉમેદવારને મોકલવા માટે મન બનાવી લીધું હોવાથી બંનેમાંથી એક પણ પક્ષ હરીફ ઉમેદવાર માટે આયાતી ઉમેદવાર જેવા શબ્દ પ્રયોગ કરી શકે તેવી સ્થિતિમાં નથી
જો રૂપાલાની ટિકિટ રદ થશે તો ધાનાણી નહીં લડે
પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર સમાજના આગેવાન લલિતભાઈ કગથરાએ અમરેલી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો ભાજપ પુરૂષોત્તમ રૂપાલા ની ટિકિટ રાજકોટ થી રદ કરશે તો પરેશ ધાનાણી પણ રાજકોટથી ચૂંટણી નહીં લડે.
અસંતોષ ડામવા માટે પ્રદેશ પ્રમુખનું આગોતરુંં ડેમેજ કંટ્રોલ
આયાતી ઉમેદવારના કારણે કોંગ્રેસમાં અસંતોષ કે તેવા કોઈ સમાચાર મીડિયામાં ન જોવા મળે અને અસંતોષની વાત જ બહાર ન આવે તે માટે પ્રદેશ કોંગ્રેસે રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનોને અમરેલી મોકલીને આગોતં ડેમેજ કંટ્રોલ કરી લીધું હોવાનું રાજકીય નિરીક્ષકો માને છે
ટિકિટના પ્રબળ દાવેદારોની સૂચક ગેરહાજરી
કોંગ્રેસમાં ટિકિટના પ્રબળ દાવેદારો તરીકે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા ઇન્દ્રનીલ રાયગુ ડોકટર હેમાંગભાઈ વસાવડા વગેરે નામો બોલાતા હતા. આ પૈકી કોઈ આજે અમરેલી ગયું ન હતું એ બાબતને ભારે મહત્વની ગણવામાં આવે છે. જોકે આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હેમાંગભાઈએ ગઈકાલે જ મને પાર્ટી જે નક્કી કરે તે માન્ય હોવાનું જણાવ્યું હતું. હિતેશભાઈ વોરાએ પણ બે દિવસ પહેલા મારે હવે નથી લડવું કારણકે પ્રચાર માટે સમયગાળો મળતો નથી તેમ કહીને પોતાની દાવેદારી પાછી ખેંચી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું, આલોચના વચ્ચે લેવાયો નિર્ણય
January 06, 2025 10:03 PMઅતુલ સુભાષની પત્નીને હાઈકોર્ટનો મોટો ઝટકો, FIR રદ કરવાની અરજી ફગાવી
January 06, 2025 08:46 PMરાજકોટ: ખોવાયેલો ફોન પરત કરવા માટે ₹1000 ની લાંચ લેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ ACB ના છટકામાં ઝડપાઈ
January 06, 2025 08:44 PMકાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં ઉપસરપંચ પર થયેલ હત્યાના પ્રયાસના કેસમાં ત્રણ આરોપીઓ જામીન મુકત
January 06, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech