યાત્રાધામ વીરપુરમાં માતુશ્રી મોંઘીબા ગલ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ૫૫ જેટલી વિધાથિર્નીઓને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્રારા આપવામાં આવતી સાયકલો ફોલ્ટ વાળી અને ભંગાર હાલતમાં આપવામાં આવી હોવાનું અને સ્કૂલના સંચાલકો દ્રારા વિધાર્થીનીઓ પાસેથી એક સાયકલ દીઠ સિત્તેર પિયા જેટલો ચાર્જ પણ વસુલ કર્યેા હોવાની વિગતો સામે આવી છે.
ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ ૮ પાસ કરી ધોરણ ૯માં પ્રવેશે તેવી વિધાર્થિનીઓ માટે આ યોજનામાં સરકાર દ્રારા નીશુલ્ક સાઇકલો આપવામાં આવે છે. જેનાથી વિધાર્થિનીઓને શાળાએ જવા આવવામાં મુશ્કેલી ના પડે અને તેઓ ટાઇમસર અભ્યાસ કરી શકે માટે આ સાયકલ આપવામાં આવે છે. પરંતુ સરકારના જવાબદાર અધિકારીઓની લાપરવાહીથી જરિયાતમદં વિધાર્થિનીઓને ટાઇમસર સાયકલો મળતી નથી અને જે મળે છે તે પણ ભંગાર અને ફોલ્ટવાળી સાયકલો મળે છે વીરપુરમાં મોંઘીબા ગલ્સ હાઈસ્કૂલમાં વીરપુર તેમજ અપડાઉન કરતી આજુબાજુના કાગવડ ,થોરાળા, જેતપુર સહિતના ગામડાઓની વિધાથિર્નીઓને સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્રારા આપવામાં આવતી સાયકલો ચાલુ વર્ષની તો નથી મળી પરંતુ જે સાયકલો આ વર્ષે મળી તે ગયા વર્ષની સાયકલો મળી તે પણ કોઈને કોઈ ફોલ્ટ વાળી અથવા તો કાટ ખાય ગયેલા પાર્ટ વાળી ધાબડી દેવામાં આવી છે, જેમાં અમુક સાયકલો ચાલી શકે તેવી કન્ડિશનમાં પણ નથી.
સામાન્ય રીતે આ યોજનાની સાયકલો સમાજ કલ્યાણ વિભાગ દ્રારા કોઇપણ જાતના ચાર્જ વગર એટલે કે નીશુલ્ક આપવામાં આવે છે પરંતુ વીરપુર સ્થિત મોંઘીબા ગલ્સ સ્કૂલમાં વિધાથિર્નીઓ પાસેથી અથવા તો તેમના વાલીઓ પાસેથી સિત્તેર પિયા ટ્રાન્સપોટીંગ ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો, જેમને લઈને વિધાથિર્નીઓને એક તો ખરાબ ભંગાર હાલતની સાયકલો ધાબડી દેવાથી એક સાયકલ દીઠ ૧૫૦ થી ૨૦૦ જેટલો રિપેરિંગ ખર્ચ કરવો પડો અને બીજી બાજુ સ્કુલ દ્રારા સિત્તેર પિયા ટ્રાન્સપોટિગ ખર્ચ લેવામાં આવ્યો જેમને લઈને વિધાથિર્નીઓને ડબલ ખર્ચ કરવાનો વારો આવ્યો છે, સમાજ કલ્યાણ વિભાગ દ્રારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિધાથિર્નીઓને જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં વિતરણ કરી આપવામાં આવતી હોય છે પરંતુ આઠ ધોરણ પાસ કરીને નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિધાથિર્નીઓને હજુ સુધી સાયકલો મળી નથી યારે વીરપુરની મોંઘીબા ગલ્સ સ્કૂલમાં જે સાયકલો વિતરણ કરાઇ છે હાલ નવમા ધોરણમાં અભ્યાસ કરે છે તેમને હજુ સુધી સાયકલો મળી નથી જેમને લઈને વીરપુર અભ્યાસ કરવા આવતી વિધાર્થીનીઓને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે જેમને લઈને વાલીઓમાં રોષ ફેલાયો છે
ખરાબ સાઈકલો બદલી દેવાની અધિકારીની ખાતરી
વીરપુરમાં વિધાર્થીનીઓને ભંગાર હાલતમાં સાયકલો મળી બાબતે સમાજ કલ્યાણ વિભાગ રાજકોટના ઈન્ચાજ અધિકારી હિતેશ પટેલ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જે સાયકલો અપવામાં આવી છે તે ઇકયુટિસી તપાસ અને હોલોગ્રામ લાગ્યા પછી વિતરણ કરાય છે પરંતુ કદાચ જો કોઈ સાયકલો ભંગાર હાલત બાબતે કોઈ શાળાના આચાર્ય અમને રજુઆત કરશે તો સાયકલો ચેન્જ કરી આપીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech