પેપર ફૂટી ગયું કે સબ સલામત? એકપણ સ્પામાં અનૈતિક ન મળ્યું

  • September 12, 2023 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં સ્પા મસાજના રૂપકડા નામ હેઠળ બધં બારણે સેકસ પીરસાતુ હોવાની જગજાહેર જેવી વાત છે. કયારેક પોલીસ દ્રારા સ્પા–મસાજ પાર્લરમાં દેહના સોદા પકડાયા પણ છે. ગઈકાલે એસઓજી દ્રારા અલગ અલગ ટીમો બનાવી એક સાથે ૪૦ જેટલા સ્પામાં સામૂહિક ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસ દ્રારા સરપ્રાઈઝ ચેકિંગ કહેવાયુ છે પરંતુ એકપણ સ્પામાં કયાંય અનૈતિક ધંધા કે સ્પા રેકેટ ચાલતા હોય તેવું કાંઈ મળયું ન હતું. પેપર ફટી ગયું હતું કે, સબ સલામત?ની માફક ૧૭ સ્પામાં સ્પા ગલ્ર્સની નોંધ ન કરાવાઈ હોવાથી જાહેરનામા ભંગના ગુના નોંધાવાયા હતા.
રાજકોટમાં એક તબક્કે સ્પામાં વિદેશી માનૂનીઓ પણ મજા મજા કરાવવા આવતી હતી. જો કે, પોલીસે જે–તે સમયે દરોડાઓમાં આવી પરદેશી સ્પા ગલ્ર્સને ડિપોર્ટ કરી હતી અને આવી વિદેશી નારીઓને નોકરી પર રાખનારા કે સ્પા મસાજ કામ કરાવનારા સંચાલકો સામે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદેશી નારીઓ તો સ્પામાં બધં થઈ ગઈ હતી, પરંતુ સ્પાના નામે અનૈતિક ધંધાઓનું દુષણ ધમધમતુ રહ્યું હતું. પોલીસ કયારેક માહિતી મળે (આમ તો લગભગ હોતી જ હશે એવું માની શકાય) ત્યારે કે મન માને ત્યારે સ્પામાં ચાલતા દેહના સોદા ડમી ગ્રાહક મોકલીને પકડે છે.
સ્પા માટે સમયાંતરે ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે ભૂતકાળમાં પણ સામૂહિક ડ્રાઈવ–ચેકિંગમાં જવલ્લેજ કયાંક ગેરરીતિ પકડાય બાકી તો સબ ઠીક હેની આલબેલ જ રહેતી હતી. એવું પણ બની શકે કે સ્પા સાથે કોઈને કોઈ પોલીસબાબુ સીધી કે આડકતરી રીતે સંકલાયેલા હોય અને સામૂહિક ચેકિંગ દરોડાની ગોઠવણ અગાઉથી જ લીક થઈ જાય અને પોલીસ પહોંચે ત્યારે બધુ સમુસુતરૂ જ હોય ડેલે હાથ દઈને પાછું આવવું પડે એવું બને.

ચેકિંગ દરમિયાન ૧૭ સ્પામાં કામ કરતી સ્પા ગલ્ર્સની ફોટો આઈડી સાથે જે–તે પોલીસ મથકમાં નોંધ કરાવાઈ ન હતી જેથી પોલીસ કમિશનરના જાહેરનામા ભગં હેઠળ ૧૭ વ્યકિત હાદિર્ક વજુભાઈ અજુડિયા, મહેશ મદનસિંઘ, રાહુલ આલા ચાંડપા, ઉર્વિક ચંદ્રેશભાઈ ખીલોસિયા, સાગર મણીલાલ શ્રીમાળી, ભરત હરસુરભાઈ પાડા, કમલેશ રમેશભાઈ પરિયા, લોકેન્દુ વિષ્નુભાઈ શર્મા, ઈમરાન સિકંદરભાઈ ભટ્ટી, વિશાલ નરેન્દ્રભાઈ મહેતા, અજય વીરજીભાઈ ટાંક, રમેશ વિષ્ણુભાઈ શર્મા, વિક્રમ અર્જુનભાઈ સોની, રાજેશ મોનીસીંગ પરિયાર, પરેશ બાબુભાઈ ચૌહાણ, જનકાર રનસીંગ કામી તથા હાજફા આબીદ વાંકાનેરી સામે એસઓજીએ જાહેરનામા ભંગના ગુના નોંધાવ્યા હતા.

એસઓજી દ્રારા ગઈકાલે અલગ અલગ ટીમો બનાવી એક સાથે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. અંદાજે ૪૦ જેટલા સ્પા ચેક કરાયા હતા. એકપણ જગ્યાએ કાંઈ અજુગતુ ચાલતુ ન હતું કે પકડાયું નહતું. એવું પણ બને કે માત્ર સ્પા મસાજ જ થતાં હોય અથવા તો સામૂહિક ચેકિંગનું પેપર લીક થઈ ગયું હોય અને ફટાફટ જયાં કાંઈ ખોટું ચાલતું હોય ત્યાં સંકેલો કરી લેવાયો કે સગેવગે કરી નખાયુ હોઈ શકે. ચેકિંગ દરમિયાન સરવાળે પોલીસને એવું જાણવા મળ્યું કે સ્પામાં કયાંય સેકસ રેકેટ ચાલતા નથી.

કમસેકમ એસઓજીએ ચેકિંગ હાથ ધયુ તો ખ્યાલ પડયો કે સ્પામાં કાંઈ અનૈતિક ધંધા કે આવી ગેરરીતિ નથી ચાલતી પણ નોંધ કરાવ્યા વિના થેરાપીસ્ટ તો કામ કરે જ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application