પંચકોશી-બી ડિવિઝન સ્ટાફ દ્વારા ઝુપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડ્યા

  • June 17, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માનસિક અસ્થિર વૃઘ્ધાને જીપમાં બેસાડી સેલ્ટર હોમમાં પહોંચાડ્યા

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વાવાઝોડારુપી પવનને લઈને અનેક ઝુપડાવાસીઓ કે જેઓ સલામત સ્થળે ખસ્યા ન હોવાથી તેઓને રેસ્ક્યુ કરવા માટેની પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આવા ફસાયેલા વ્યક્તિઓને  સેલ્ટર હોમમાં પહોંચાડી દેવામાં આવ્યા છે.
પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા એક માનસિક અસ્થિર વૃદ્ધ મહિલા ઘેર થી નીકળી ગયા હતા, જેઓને પરત તેમના ઘેર મૂકી આવ્યા હતા, તેમજ એકલા રહેતા મોટી ઉંમરના વૃદ્ધ મહિલાને પોલીસ કર્મચારી દ્વારા તોફાની ગતિથી ફૂંકાઈ રહેલા પવનની વચ્ચે જાતે જ ઊંચકીને શેલ્ટર હોમ માં પોલીસ દ્વારા પહોચાડવામાં આવ્યા હતા. તેમજ લાલપુર ચોકડી અને અન્ય ભાગ માંથી પણ રોડ રસ્તા માં આડા પડ્યા હતા આવા નડતરરુપ તમામ વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application