કાશ્મીર ફાઇલ્સની એક્ટ્રેસ પલ્લવી જોશી સેટ પર થઇ ઘાયલ

  • January 18, 2023 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાશ્મીર ફાઇલ્સની એક્ટ્રેસ પલ્લવી જોશી સેટ પર થઇ ઘાયલ

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ધ વેક્સિન વોરમાં છે અભિનેત્રી

ફિલ્મ 15 ઓગસ્ટના રોજ દેશભરમાં 11 ભાષામાં થશે રિલીઝ

ધ કાશ્મીર ફાઇલ્સ'ની એક્ટ્રેસ તથા ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની પત્ની પલ્લવી જોષીનો અકસ્માત થયો હતો. પલ્લવી જોષીને અપકમિંગ ફિલ્મ 'વેક્સિન વૉર'ના સેટ પર ઈજા થઈ હતી. સૂત્રોના મતે, શૂટિંગ દરમિયાન એક ગાડીએ પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું અને પલ્લવી જોષીને ટક્કર મારી દીધી હતી.

પલ્લી જોષી હાલમાં હૈદરાબાદમાં 'વેક્સિન વૉર'નું શૂટિંગ કરી રહી છે. શૂટિંગ દરમિયાન તે અકસ્માતનો ભોગ બની હતી. પલ્લવી જોષીને ગંભીર ઈજા થઈ નથી. તેણે પહેલાં પોતાનું શૂટિંગ પૂરું કર્યું અને પછી સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડૉક્ટર્સે કહ્યું હતું કે ઈજા ગંભીર ના હોવાથી ડરવાનું કોઈ કારણ નથી.

 દરમિયાન પલ્લવી જોષીના પતિ વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું, 'જીવનની ઝડપી ગતિ, ભારે ટ્રાફિક, નશામાં ગાડીઓ ચલાવનારા માટે દુર્ઘટનાગ્રસ્ત રોડ પર દોડવાની રમત છે. તમારે તમારી જાતને બચાવવી પડશે. મોટાભાગના લોકો દુર્ઘટનાનો ભોગ બને છે અને તેમાંથી ક્યારેય બહાર આવી શકતા નથી. જે બચી જાય છે, તે ઊઠીને ફરી દોડવા લાગે છે અને પોતાની મંજિલ સુધી પહોંચી જાય છે.'
 
વિવેક અગ્નિહોત્રીએ 'ધ વેક્સિન વૉર'ની જાહેરાત કરતા જણાવ્યું કે....

 તમે નહીં જાણતા હો તેવી યુદ્ધની વાર્તા આ ફિલ્મમાં જોવા મળશે. ભારતે આ યુદ્ધ લડ્યું અને પોતાના વિજ્ઞાન, સાહસ તથા મહાન ભારતીય મૂલ્યો સાથે જીત્યું. આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ 11 ભાષામાં હિંદી, અંગ્રેજી, ગુજરાતી, પંજાબી, ભોજપુરી, બાંગ્લા, મરાઠી, તેલુગુ, તમિળ, કન્નડ, ઉર્દૂ તથા અસમીઝમાં રિલીઝ થશે. આ ફિલ્મના રિલીઝ માટે આશીર્વાદ આપો.

 ડિરેક્ટરે ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. આ ફિલ્મને પલ્લવી જોષી, અભિષેક અગ્રવાલ પ્રોડ્યૂસ કરશે. પલ્લવી જોષીએ કહ્યું હતું કે આ ફિલ્મ ડૉક્ટર્સ તથા વૈજ્ઞાનિકોના અસીમ સમર્થન તથા સમર્પણ માટે ટ્રિબ્યૂટ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application