ઇબ્રાહિમ અલી ખાન હાલમાં જ પલક તિવારી સાથે નહીં પરંતુ 23 વર્ષની એ એક્ટ્રેસ સાથે જોવા મળ્યો જે 21 વર્ષની ઉંમરમાં જ બે બાળકોની મા બની ગઇ છે, બંનેને સાથે મસ્તી કરતી કરતા જોઇને ફેન્સ સોશિયલ મીડિયા પર મજા લઇ રહ્યાં છે.તો બીજી તરફ પલક તિવારીને ઈર્ષા થાય એ પણ સ્વાભાવિક છે
બોલિવૂડના સ્ટારકિડ્સ ઘણીવાર ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના ડેબ્યૂને લઇને તો ક્યારેક પોતાની લવ લાઇફને લઇને. ઇબ્રાહિમ અલી ખાન પણ બોલિવૂડના સૌથી ફેવરેટ સ્ટારકિડ્સમાંથી એક છે. ફિલ્મોમાં પોતાના ડેબ્યૂ કરતા વધારે તે પલક તિવારી સાથે પોતાના રિલેશનશિપને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં જ એવી ચર્ચા હતી કે ન્યુ યર તેણે પલક તિવારી સાથે સેલિબ્રેટ કર્યુ હતું. સાથે જ બંને મુંબઇ એરપોર્ટ પર પણ સ્પોટ થયા હતા. પરંતુ હાલમાં જ ઇબ્રાહિમ અલી ખાન, પલક તિવારી સાથે નહીં પરંતુ 23 વર્ષની એ એક્ટ્રેસ સાથે જોવા મળ્યો જે 21 વર્ષની ઉંમરમાં જ બે બાળકોની મા બની ગઇ.
ઇબ્રાહિમ અલી ખાન જલદી જ સિલ્વર સ્ક્રીન પર ડેબ્યુ માટે તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર, તે વર્ષ 2025માં બોક્સ ઓફિસના ઘણા સ્ટારકિડ્સને ટફ કોમ્પિટિશન આપી શકે છે. સૈફ અલી ખાનનો લાડલો ફિલ્મ ‘દિલેર’માં જોવા મળવાનો છે. હાલમાં જ તે પુષ્પા 2 સેંસેશન ગર્લ સાઉથ એક્ટ્રેસ શ્રીલીલા સાથે જોવા મળ્યો હતો જે બાદ ફેન્સ માની રહ્યાં છે કે હવે પલક ઇબ્રાહિમની એક્સ થઇ ગઇ છે.
ખરેખર, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઇબ્રાહિમ અલી ખાન સાઉથ એક્ટ્રેસ શ્રીલીલા સાથે જોવા મળ્યો હતો. બંને સ્માઇલ કરતા સાથે બહાર નીકળ્યા અને પેપ્સને પોઝ આપ્યા. ઇબ્રાહિમે પોઝ આપવાની સાથે ‘કિસિક’ ફેમ શ્રીલીલાને ખૂબ જ પ્રેમથી હગ પણ કર્યુ.આ દરમિયાન શ્રીલીલા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી. લાઇટ પિંક કલરની બ્રાલેટ સાથે બ્લૂ ડેનિમ જેકેટ અને રફ જીન્સમાં તે સુંદર લાગી રહી હતી. પોતાના લુકને એક્ટ્રેસે પિંક સ્લીપર્સ, ઇયરરિંગ્સ અને ઓપન હેર સાથે કંપ્લીટ કર્યો હતો. આ લુકમાં તે ગોર્જિયસ લાગી રહી હતી.
ઇબ્રાહિમની વાત કરીએ તો તે ડાર્ક ગ્રીન શર્ટની સાથે બ્લેક પેન્ટમાં જોવા મળ્યો. પોતાના લુકને તેણે વ્હાઇટ સ્નીકર્સ અને બ્લેક સનગ્લાસ સાથે કંપ્લીટ કર્યો. આ દરમિયાન ઇબ્રાહિમ શ્રીલીલાની માને પણ મળતો જોવા મળ્યો. શ્રીલીલાની માને તેણે હગ કર્યુ અને પ્રેમ વ્યક્ત કર્યો.
ઇબ્રાહિમ અને શ્રીલીલા ફિલ્મ ‘દિલેર’માં સાથે જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, શ્રીલીલા અને ઇબ્રાહિમ મેડોક ફિલ્મ્સની ઓફિસ પહોંચ્યા. જ્યાં તેમણે એક મીટિંગમાં હાજરી આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ ફેન્સ પલક તિવારીની મજા લઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાઈટમાં ટ્રેન જેવો માહોલ, પેસેન્જરે ટ્રેનના ચા વિક્રેતાની જેમ પ્લેનમાં ચા પીરસી
January 10, 2025 04:59 PMઆ જાણીને નવાઈ લાગશે: રેસ્ટોરન્ટએ વાનગીના જ નામ અભણ, વિદ્વાન, હોંશિયાર રાખ્યા
January 10, 2025 04:55 PMમગરનું માથું લઈ મુસાફર કેનેડા જવા નીકળ્યો, દિલ્હી એરપોર્ટ પર ચેકિંગમાં પકડાયો ને પછી થયું આવું...
January 10, 2025 04:32 PMદુનિયાની અનોખી આદિજાતિ: દૂધમાં લોહી ભેળવીને પીવે છે
January 10, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech