શક્તિ પ્રદર્શન દ્વારા પાલાને ભાજપ્નો પ્રચંડ આવકાર

  • March 05, 2024 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની આગામી ચૂંટણી માટે રાજકોટની બેઠકમાં ભાજપએ ઉમેદવાર તરીકે જાહેર કરેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. પારેવડી ચોક ખાતે ભાજપ્ના હજારો કાર્યકરો આગેવાનો અને નગરજનો એ રૂપાલા નું જોરદાર સ્વાગત કર્યું હતું. આતશબાજી બેન્ડવાજા ઢોલ નગારા અને રાસ ગરબા રમીને ભાજપે ઉત્સાહભેર પોતાના ઉમેદવારના વધામણા કયર્િ હતા.

નિધર્રિીત સમય કરતા દોઢ કલાક જેટલો સમય મોડા આવવા છતાં અને માત્ર એક દિવસની જ નોટિસમાં કાર્યક્રમ ગોઠવાયો હોવા છતાં આજે પારેવડી ચોક ખાતે હજારોની સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉમટી પડ્યા હતા. રાજકોટ અને મોરબીના ધારાસભ્યો સંસદ સભ્યો રાજ્યસભાના સભ્યો શહેર જિલ્લા પ્રમુખો મહામંત્રીઓ નગરપાલિકા અને નગર પંચાયતોના પ્રમુખો સહિતના હોદ્દેદારો વિશાળ સંખ્યામાં ઊંઘી પડ્યા હતા. પારવડી ચોક થી માંડી રેલીના સમગ્ર રૂટ પર કલાકો સુધી ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.

વર્તમાન સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરીયા રાજ્યસભાના સભ્ય કેસરી દેવસિંહ ઝાલા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ટંકારાના ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ દરશિતાબેન શાહ રમેશભાઈ ટીલાળા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી વિરેન્દ્રસિંહ ઝાલા અશ્વિનભાઈ મોલીયા માધવભાઈ દવે અંજલીબેન રૂપાણી કમલેશભાઈ વિરાણી નીતિનભાઈ ભારદ્વાજ ભાનુબેન બાબરીયા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી જિલ્લા ભાજપ્ના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા મોરબીના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા મોરબીના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા રાજકોટ જિલ્લા ભાજપ્ના મહામંત્રી હરેશભાઈ હેરભા ભાજપ્ના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ત્રિમંદિરે જિલ્લા ભાજપ દ્વારા સામૈયુ કરાયું

અમદાવાદથી મોટર માર્ગે રાજકોટ આવી રહેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા નું ત્રિમંદિર ખાતે જિલ્લા ભાજપ્ના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા હરેશભાઈ વાંકાનેર મોરબી અને ટંકારા ના ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભાના સભ્ય સહિતનાઓએ સામૈયું કરીને સ્વાગત કર્યું હતું. ત્રિમંદિર ખાતે રાજકોટ અને મોરબી જિલ્લાના આગેવાનો અને કાર્યકરો 300 થી વધુ મોટર સાથે પહોંચ્યા હતા. રૂપાલા સવારે 8:30 વાગ્યે ત્રિમંદિર પહોંચવાના હતા પરંતુ નિર્ધિરિત સમયથી દોઢ કલાક જેટલું મોડું થયું હતું.


ચૂંટણીને હજુ વાર છે આવો જોમ-જુસ્સો જાળવી રાખજો: પાલા

કાર્યકરોના અતિ ઉત્સાહ પછી રૂપાલા એ જણાવ્યું હતું કે ઇલેક્શન પંચ દ્વારા હજુ ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. ચૂંટણી જાહેર થયા પછી મતદાન સુધી હજુ ઘણો સમય ગાળો બાકી છે. અત્યારે તમારો જેવો જોમ અને જુસ્સો જોવા મળે છે તેઓ જોમ અને જુસસો મતદાનના દિવસ સુધી જાળવી રાખજો.


પારેવડી ચોકથી રેલીના સમગ્ર ટ પર જોરદાર ટ્રાફિકજામ
લોકસભાની બેઠકના ભાજપ્ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનું પારેવડી ચોક ખાતે સ્વાગત કરાયા પછી ભાજપ્ના આગેવાનો અને કાર્યકરો રેલીના સ્વરૂપે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નીકળ્યા હતા. પારેવડી ચોક અને કૈશરે હિન્દ પુલ ઉપર તો ચાલીને પણ નીકળવાનું મુશ્કેલ બની જાય તેટલી હદે ટ્રાફિક હતો અને ટ્રાફિકજામના આવા દ્રશ્યો રેલીના સમગ્ર રૂટ પર જોવા મળ્યા હતા.


મને ટિકિટ મળી મળ્યાની પહેલી જાણ મોહનભાઈએ કરી હતી

પુરુષોત્તમભાઈ રૂપાલાએ ત્રિમંદિર ખાતે જિલ્લા ભાજપ આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મને રાજકોટ બેઠક માટે ટિકિટ મળી છે તેની જાણ સૌપ્રથમ વર્તમાન સંસદ મોહનભાઈ કુંડારીયાને થઈ હતી અને તને તેણે મને ટેલીફોન દ્વારા પ્રથમ જાણ કરી અભિનંદન પાઠવ્યા હતા. હું મોહનભાઈ નો સવિશેષ આભાર માનું છું.


ભાજપ્ના જૂના જોગીઓ પણ સ્વાગતમાં જોડાયા
આજે રેલીમાં અને રૂપાલાના સ્વાગતમાં ભાજપ્ના વર્તમાન ધારાસભ્યો સંસદ સભ્યો રાજ્યસભાના સભ્યો મહાનગરપાલિકાની જુદી જુદી સમિતિના ચેરમેનો કોર્પોરેટરો જિલ્લા અને શહેર ભાજપ સંગઠન માળખાના આગેવાનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા પરંતુ જૂના જોગીઓ પણ આજે જોવા મળ્યા હતા અંજલિ બેન રૂપાણી ધનસુખ ભાઈ ભંડેરી નીતિનભાઈ ભારદ્વાજ કમલેશભાઈ મીરાણી સહિતનાઓ આજે જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application