પાકિસ્તાનમાં મોટાભાગે પરમાણુ બોમ્બની ચર્ચા થાય છે. પાકિસ્તાનના નેતાઓ ભારતને તેમના પરમાણુ હથિયારોની ધમકી આપતા રહે છે. આ દરમિયાન કમર ચીમાએ ઈસ્લામાબાદની કાયદ–એ–આઝમ યુનિવર્સિટીના પ્રોફેસર ડો.અદનાન બુખારી સાથે પાકિસ્તાનના પરમાણુ શક્રો અને ભારત સાથેના સંબંધો પર વાત કરી છે. આ દરમિયાન ડો.અદનાન બુખારીએ જણાવ્યું કે પાકિસ્તાનની પરમાણુ શકિત શું છે.
પાકિસ્તાનના પરમાણુ હથિયારો વિશે વાત કરતા ડો. બુખારીએ કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાનમાં અણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. તેના કારણે ત્યાં અકલ્પનીય વિનાશ થયો હતો. એ પછી પરમાણુ હથિયારોની ચર્ચા શ થઈ હતી. અમેરિકામાં ૧૯૫૦ના દાયકામાં ન્યુકિલયર હથિયાર બની ગયા હતા. તે આખા શહેરોને નષ્ટ્ર કરનાર પરમાણુ હથિયારો કરતાં થોડા ઓછા શકિતશાળી હતા. ભારત અને પાકિસ્તાને ૯૦ના દાયકામાં પરમાણુ પરીક્ષણો કર્યા હતા. ત્યારબાદ ૨૦૧૧માં તેની સેનામાં ટેકિટકલ ન્યુકિલયર વેપનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કમર ચીમાએ ડો. બુખારીને પૂછયું કે જો પાકિસ્તાન ભારતના કોઈપણ શહેર પર વ્યૂહાત્મક અણુશક્રોનો ઉપયોગ કરે તો શું થશે. એવું નથી કે તેની અસર પાકિસ્તાનમાં જોવા નહીં મળે. બંને દેશો એકબીજાને અડીને આવેલા છે. આના પર ડો. બુખારીએ જવાબ આપ્યો કે વ્યૂહાત્મક પરમાણુ શક્રો .૫ કિલોથી ૧૫ ટન સુધીના હોય શકે છે. તેમણે આગળ કહ્યું કે જાપાનના હિરોશિમા અને નાગાસાકીમાં ૧૫ થી ૨૫ ટન ક્ષમતાના બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બોમ્બ વસ્તીવાળા વિસ્તારોમાં છોડવામાં આવ્યા હતા. ટેકિટકલ ન્યુકિલયર વેપનનું લય માત્ર સૈન્ય અથવા આર્મી સ્ટ્રકચર હોય શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે .૫ કિલો ટનના વ્યૂહાત્મક પરમાણુ હથિયારની અસર લગભગ અડધો કિલોમીટર છે.
જો ભારતીય સેના પાકિસ્તાનમાં આવીને અહીંની જમીન કબજે કરે તો શું પાકિસ્તાની સેના પોતાની જમીન પર ટેકિટકલ ન્યુકિલયર વેપનનો ઉપયોગ કરી શકે? તેના પર ડો.બુખારીએ કહ્યું કે જો આવી સ્થિતિ ઉભી થશે તો તેનો જવાબ કેવી રીતે આપવો તે એક વ્યૂહાત્મક નિર્ણય હશે. પાકિસ્તાની સેના વ્યૂહાત્મક પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે પરંતુ આ બંને માટે સમસ્યા ઊભી કરશે.
તેમણે વધુમાં કહ્યું કે જો પાકિસ્તાની સેના પોતાની ધરતી પર જ ભારતીય સેના પર હત્પમલો કરે છે, તો ભારતનો ૨૦૦૩નો પરમાણુ સિદ્ધાંત તેમને મોટી તક આપે છે. આ મુજબ જો વિશ્વમાં કયાંય પણ ભારતીય સેના પર કોઈપણ વિનાશક હથિયારનો ઉપયોગ કરવામાં આવે છે તો તે જવાબમાં ખતરનાક પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. જેના કારણે ભારત પરમાણુ હથિયારોથી પાકિસ્તાનમાં તબાહી મચાવી શકે છે. ભારત અગાઉ પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરવાની વાત કરતું આવ્યું છે પરંતુ હત્પમલાના કિસ્સામાં તેને તક મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech