પાકિસ્તાન ચીન પાસેથી ૪૦ સ્ટીલ્થ ફાઈટર પ્લેન ખરીદશે

  • December 24, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાને ચીન પાસેથી એડવાન્સ્ડ સ્ટીલ્થ ફાઈટર એરક્રાટ જે–૩૫ના ૪૦ જેટ ખરીદવાની યોજના બનાવી છે. જો આ યોજના સાકાર થાય છે, તો તે ચીનના નવીનતમ જેટની પ્રથમ નિકાસ હશે. આ વેચાણ બેઈજિંગ દ્રારા કોઈ વિદેશી ભાગીદારને પાંચમી પેઢીના જેટ એરક્રાટની નિકાસ કરવાનો પહેલો કેસ હશે. પાકિસ્તાની મીડિયા અનુસાર પાકિસ્તાન એરફોર્સ (પીએએફ ) એ ૪૦ એરક્રાટ ખરીદવાની મંજૂરી આપી છે, જે બે વર્ષમાં ડિલિવરી થવાની આશા છે. આ મુજબ આ વિમાનો પાકિસ્તાનના અમેરિકન એફ–૧૬ અને ફ્રેન્ચ મિરાજ ફાઈટર પ્લેનના જૂના કાફલાનું સ્થાન લેશે.
પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હોવા છતાં નવા એરક્રાટ ખરીદવાની પ્રક્રિયાને આગળ વધારવામાં આવી રહી છે. બેઇજિંગમાં આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટ્રિ કરવામાં આવી નથી અને ન તો અહીંના સરકારી મીડિયામાં આવી કોઈ ડીલનો ઉલ્લેખ છે. જે–૩૫ને મુખ્યત્વે ચીની એરક્રાટ કેરિયર્સ માટે ફાઈટર જેટ માનવામાં આવે છે. ગયા મહિને ઝુહાઈ શહેરમાં આયોજિત વાર્ષિક એર શોમાં આ વિમાન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જેમાં પીએએફના ટોચના અધિકારીઓએ હાજરી આપી હતી. આ ક્ષેત્રમાં હાલમાં ચીન એકમાત્ર એવો દેશ છે જેણે સ્ટીલ્થ એરક્રાટ વિકસાવ્યું છે.
પીએએફ ચીફ એર માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધત્પએ જાન્યુઆરીમાં કહ્યું હતું કે જે–૩૧ સ્ટીલ્થ ફાઇટર એરક્રાટ મેળવવાનો પાયો પહેલેથી જ નાખવામાં આવ્યો છે.
ચીન અને પાકિસ્તાન વચ્ચે ગાઢ સૈન્ય સંબંધો છે. પાકિસ્તાનની સેનાની ત્રણેય પાંખોના આધુનિકીકરણમાં ચીન મદદ કરી રહ્યું છે. ચીને અબજો ડોલરના સંરક્ષણ ખર્ચ સાથે પોતાની સશક્ર દળોનું આધુનિકીકરણ કયુ છે. ચીને પાકિસ્તાનને સંયુકત રીતે જે–૧૭ થંડર ફાઈટર એરક્રાટ વિકસાવવા અને ચલાવવામાં મદદ કરી છે

પાકિસ્તાન પરમાણુ સબમરીન ખરીદશે
પાકિસ્તાની નેવીના એક પૂર્વ અધિકારીએ દાવો કર્યેા છે કે પાકિસ્તાન ૨૦૨૮ સુધીમાં પરમાણુ સબમરીન ધરાવતા દેશોની યાદીમાં સામેલ થઈ શકે છે. જોકે, એ સ્પષ્ટ્ર કરવામાં આવ્યું નથી કે તે બેલેસ્ટિક મિસાઈલ સબમરીન હશે કે ન્યુકિલયર પાવર્ડ એટેક સબમરીન. તેમના નિવેદનથી પાકિસ્તાન નેવીના આધુનિકીકરણને લઈને વૈશ્વિક સ્તરે ઉત્સુકતા વધી ગઈ છે. પાકિસ્તાન નેવીના રિટાયર્ડ કોમોડોર ઓબેદુલ્લાએ એક ખાનગી ચેનલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે પાકિસ્તાન નેવી પાસે પહેલાથી જ જવાબી પરમાણુ હત્પમલાની ક્ષમતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application