પાકિસ્તાને ગ્વાદર પોર્ટ ચીનને આપવાનો ઇનકાર કર્યો

  • January 04, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાન અને ચીન વચ્ચે ગ્વાદર પોર્ટને લઈને વિવાદ વધી રહ્યો છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાને ચીનના પૈસાથી વિકસિત ગ્વાદર એરપોર્ટનું ઉદ્ઘાટન સતત ત્રીજી વખત મોકૂફ રાખ્યું હતું. હવે એવા અહેવાલ છે કે ગ્વાદર પોર્ટની માલિકી અંગે પાકિસ્તાન અને ચીન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. દરમિયાન, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ગ્વાદર પાકિસ્તાનનું છે અને તે તેને અન્ય કોઈ દેશને સોંપશે નહિ.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે કહ્યું, ગ્વાદર પોર્ટ એક કોમર્શિયલ પોર્ટ છે જેને ચીન સરકારની મદદથી વિકસાવવામાં આવ્યું છે. પાકિસ્તાન ગ્વાદર પોર્ટ કે અન્ય કોઈ સ્થાન કોઈ વિદેશી એન્ટિટીને આપી રહ્યું નથી. પાકિસ્તાનના આ નિવેદનના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન આવા નિવેદનો કરીને ચીનને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. લોકો એમ પણ કહે છે કે પાકિસ્તાન ગ્વાદર ચીનને આપીને કોઈપણ કિંમતે અમેરિકાને નારાજ કરવા માંગતું નથી. પાકિસ્તાન આતંકવાદ, ગરીબી, મોંઘવારી, ધાંધલધમાલવાળી ચૂંટણી, નાગરિક અશાંતિ, રાજકીય અસ્થિરતા અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. આવી સ્થિતિમાં તેને એક દેશ તરીકે પોતાને બચાવવા માટે અમેરિકા અને ચીન બંનેની જરૂર છે. પાકિસ્તાન પોતાને ચીનનું સદાબહાર સાથી ગણાવે છે. તે જ સમયે, તેને વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા અને વૈશ્વિક મંચ પર પોતાને જાળવી રાખવા માટે પણ અમેરિકાની જરૂર છે. આ જ કારણ છે કે પાકિસ્તાન ગ્વાદરને સીધું ચીનને સોંપવાનું ટાળી રહ્યું છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર તાજેતરમાં પાકિસ્તાન અને ચીનના વરિષ્ઠ સરકારી અને સૈન્ય અધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કહેવાતા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અનુસાર બલૂચિસ્તાનમાં ગ્વાદરના વ્યૂહાત્મક બંદરના ભાવિ ઉપયોગની ચચર્િ અને વાટાઘાટો થઈ રહી હતી. ઈસ્લામાબાદે કથિત રીતે બેઈજિંગને કહ્યું હતું કે જો તે ગ્વાદરમાં સૈન્ય મથક ઈચ્છે છે, તો પાકિસ્તાન તેને માત્ર ત્યારે જ મંજૂરી આપી શકે છે જ્યારે બેઈજિંગ તેને સેક્ધડ સ્ટ્રાઈક પરમાણુ ક્ષમતાથી સજ્જ કરવા તૈયાર હોય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application